Morbi,તા.06
અગાઉ વાડીના રસ્તામાં પાણીના નિકાલ બાબતે માથાકૂટ અને ઝઘડો થયો હતો જેનો ખાર રાખી બે ઇસમોએ ટંકારાના ગાયત્રીનગરમાં આધેડને માર મારી ઈજા કરી હતી તેમજ ગર્ભિત ધમકીઓ આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
ટંકારા મઠવાળી શેરીમાં રહેતા ગોવિંદભાઈ રણછોડભાઈ લો (ઉ.વ.૫૦) આરોપીઓ દિલીપભાઈ છગનભાઈ ઘેટિયા અને છગનભાઈ રાઘવજીભાઈ ઘેટિયા રહે બંને ટંકારા ગાયત્રીનગર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી દિલીપ સાથે પાંચ છ દિવસ પહેલા વાડીના રસ્તામાં પાણીના નિકાલ બાબતે ઝઘડો થયો હતો જે ઝઘડાનો ખાર રાખી આરોપી દિલીપ અને છગનભાઈ બંને ગાયત્રીનગર હનુમાન દાદા મંદિર પાસે ફરિયાદી ગોવિંદભાઈને લાકડાના ધોકા વડે માર મારી ઈજા કરી હતી તેમજ ગર્ભિત ધમકીઓ આપી હતી ટંકારા પોલીસે મારામારીની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે