Morbi,તા.09
હળવદ માળિયા હાઈવે પર આવેલ તુલસીવન પેટ્રોલપંપથી મામા લેમિનેટ કારખાના પાસે ટ્રક ચાલક વ્હીલ ફાટી જતા રોડ સાઈડમાં પાર્ક કરાયો હતો ત્યારે કારમાં આવેલ બે ઇસમોએ ધમકી આપી લાકડાના ધોકાથી ટ્રક ચાલકને માર મારી રૂ 5000 અને બે બેટરી સહીત ૧૫ હજારની લૂંટ કરી નાસી ગયા હતા
બનાસકાંઠા જીલ્લાના રબારીવાસ ભરડવા ગામે રહેતા કિરણભાઈ બબાભાઈ રાવલ નામના ટ્રક ડ્રાઈવરે બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ટ્રકનું વ્હીલ ફાટી જતા રોડ પર સાઈડમાં પાર્ક કર્યો હતો ત્યારે બે ઇસમોએ કારમાં આવી હાથમાં લાકડાનો ધોકો અને પાનાં પકડ લઈને ટ્રક પાસે આવી ટ્રકની બેટરી ખોલતા હતા જેથી તેમ કરવાનું ના કહેતા બંને ઇસમોએ લાકડાના ધોકાથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ફરિયાદી પાસેથી રૂ 5000 અને ટ્રકની બે બેટરી કીમત રૂ ૧૦ હજાર મળીને કુલ રૂ ૧૫ હજારની મત્તા લૂંટ કરી નાસી ગયા હતા મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે