Jamnagar,તા.02
જામનગર નજીક હાપા વિસ્તારમાં આવેલા મહિન્દ્રા કંપનીના કારના શોરૂમમાં ગઈકાલે રાત્રે 10 વાગ્યે ખંભાળિયા પંથકમાંથી બે શખ્સો કાર ખરીદવા માટે આવ્યા હતા, અને શોરૂમ બંધ થઈ ગયો હોવા છતાં અમારે અત્યારે જ કાર ખરીદવી છે તેમ કહી સિક્યુરિટી વિભાગના કર્મચારીઓ સાથે તકરાર કરી હતી, અને શોરૂમનો નવ ફૂટ મોટો કાચ તોડી નાખી નુકસાની પહોંચાડી હતી, અને બંને ભાગી છુટ્યા હતા. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જે સમયે બંને આરોપીએ ફરજ પર હાજર રહેલા અબ્દુલ કાદરભાઇ મહમદ નામના શિખ્યુટી ગાર્ડ સાથે ઝઘડો કર્યો હતો, અને નવી કારની ચાવી આપો. અમારી અત્યારે જ કાર ખરીદી જવી છે, તેમ કહીને હંગામો મચાવ્યો હતો. જેથી સિક્યુરિટી ગાર્ડ વગેરે હાલ શોરૂમ બંધ થઈ ગયો છે, અને અમારા મેનેજર આવતીકાલે આવશે ત્યારે તમે કારની ખરીદી કરી લેજો તેમ કહેતા બંને આરોપી ઉશ્કેરાયા હતા, અને ફરજ પર હાજર રહેલા બે સિક્યુરિટી ગાર્ડ સાથે ઝઘડો કરીને બંનેને ધાક ધમકી આપી હતી, ત્યારબાદ શોરૂમનો નવ ફૂટનો વિશાળ કદનો કાચ કે જેમાં તોડફોડ કરી નાખી નુકસાની પહોંચાડી હતીઝ અને બંને શખ્સો ત્યાંથી ભાગી છૂટ્યા હતા.
જે મામલો જામનગરના પંચકોષી એ. ડિવિઝન પોલીસમાં મથકમાં લઈ જવાયો છે, અને કાદરભાઈનું નિવેદન નોંધી અને તેની ફરિયાદના આધારે કારના શોરૂમમાં તોડફોડ અને હંગામા મચાવા અંગે ખંભાલીયાના હરપાલસિંહ જાડેજા અને મયુરસિંહ ઝાલા સામે ગુનો નોંધ્યો છે તે બંને ભાગી ચૂક્યા હોવાથી પોલીસની ટીમ સક્રિય બની બન્ને આરોપીઓને શોધખોળ કરી રહી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક હાપા વિસ્તારના મહેન્દ્ર કંપનીનો શોરૂમ આવેલો છે, ત્યાં ગઈકાલે રાત્રિના દસ વાગ્યાના અરસામાં ખંભાળિયા તાલુકાના સોનારડી ગામના વતની હરપાલસિંહ મહિપતસિંહ જાડેજા અને મહાવીરસિંહ મુળુભા, કે જેઓ કારની ખરીદી કરવા માટે આવ્યા હતા, રાત્રિના 10.00 વાગી ગયા હોવાથી શોરૂમ બંધ થઈ ગયો હતો, અને માત્ર સિક્યુરિટી ગાર્ડન ત્યાં હાજર હતા.