Morbi,તા.12
મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમના દરવાજા બદલવાની કામગીરી ચાલી રહી છે જે ચોમાસા પૂર્વે પૂર્ણ થઇ જાય તે માટે આજે જીલ્લા કલેકટર, બે ધારાસભ્ય અને પાણી પુરવઠા વિભાગના અધિકારી સહિતની ટીમે ડેમની મુલાકાત લીધી હતી જ્યાં ધારાસભ્યએ યાંત્રિક વિભાગના અધિકારીને ખખડાવી નાખ્યા હતા અને પુરતું પાણી આપવામાં આવે તેવું આયોજન કરવા જણાવ્યું છે તો ડેમના ગેટ બદલવાની કામગીરી સમયસર પૂર્ણ કરવા સુચના આપવામાં આવી હતી
મોરબી કલેકટર કિરણ ઝવેરી, ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને પાણી પુરવઠા અધિકારી સહિતની ટીમે મચ્છુ 2 ડેમની મુલાકાત લીધી હતી જે અંગે ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે તા.૨૦ થી નર્મદા કેનાલનું પાણી ડેમમાં આવશે તેમજ હાલ વધારે પાણી ઉપાડવા સુચના આપી છે વધુ મોટર મૂકી પાણી મળે તેવું પ્લાનિંગ કર્યું છે કુલ ૧૮ મોટર છે અને ૧૦ ચાલે છે જેથી યાંત્રિક વિભાગના અધિકારીને સુચના આપી છે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે આજે અધિકારીઓ સાથે બેઠક કરી હતી ગેટ કામગીરીની તારીખ ૨૧ જુન હતી જોકે કામગીરી ૫ જુને પૂર્ણ થઇ જાય તેવી સુચના આપી છે ૧૦ જુને ચોમાસું શરુ થાય તે પૂર્વે કામગીરી પૂર્ણ કરી દેવામાં આવે તેવું આયોજન કર્યું છે હાલ પાણી પુષ્કળ છે પ્લાનિંગનો અભાવ છે જેથી જરૂરી સુચના આપી પ્રશ્નનું નિરાકરણ આવે તેવા પ્રયાસો કરી રહ્યા છીએ
મીટીંગ અંગે પાણી પુરવઠા અધિકારી મહેશભાઈ દામાએ જણાવ્યું હતું કે મીટીંગમાં મળેલી સુચના મુજબ મશીનરી વધુ મુકવાની જરૂરત હોય તે ૨-૩ દિવસમાં પ્રશ્નનું સોલ્યુશન કરવામાં આવશે પાલિકાની ૩ મશીનરી અને પાણી પુરવઠા વિભાગની ૩ મશીનરી દ્વારા કુલ ૧૦૦ MLD પાણી ઉપાડાય છે નવી મશીનરી અંગે સર્વે કરી તાત્કાલિક કામગીરી કરશે તેમ જણાવ્યું હતું જયારે મચ્છુ ડેમ અધિકારી બી સી પનારાએ જણાવ્યું હતું કે ડેમના ૩૩ દરવાજા બદલવાની કામગીરી ચાલે છે જે પૈકી ૧૮ સંપૂર્ણ કામ પૂર્ણ થઇ ગયું છે અને બાકીના ૧૫ માંથી ૫ દરવાજાની કામગીરી પૂર્ણ થવાને આરે છે અને બાકીની કામગીરી ચાલુ છે જે કામગીરી આગામી ૨૦-૨૫ દિવસમાં પૂર્ણ કરી દેવાશે અને ચોમાસા પૂર્વે કામગીરી સંપૂર્ણ પૂર્ણ કરવાનું આયોજન કર્યું છે
આમ મચ્છુ 2 ડેમના દરવાજા બદલવાની કામગીરી સમયસર કરવામાં આવે અને ત્યાં સુધી પીવાના પાણીની સમસ્યા ના સર્જાય તે માટે અધિકારીઓ અને ધારાસભ્યએ પાણી પુરવઠા વિભાગ સહિતના સંબંધિત વિભાગને જરૂરી સુચના આપી હતી અને કામગીરી સમયસર પૂર્ણ કરી દેવાય તેવી ખાતરી આપી હતી હવે સમયસર કામગીરી પૂર્ણ થાય છે કે કેમ તે જોવાનું રહ્યું જોકે ધારાસભ્ય કાન્તીભાઈએ પાણીની થોડી ઘણી સમસ્યા છે તે સ્વીકાર્યું હતું