Rajkot,તા.26
રાજકોટના મવડીના વેપારી સાથે 194.40 કરોડના ફ્રોડના ગુનાની તપાસમાં શહેર ક્રાઈમ બ્રાંચે ફરાર વધુ બે આરોપીઓને ઝડપી લઈ ડીસીપી પોલીસને હવાલે કર્યો છે. રાજકોટના જાગનાથ પ્લોટમાં રહેતા વેપારી પ્રશાંત કાનાબારને હળદરની ખેતીની નામે મહારાષ્ટ્રની એ.એસ.એગ્રી એન્ડ એકવા મુંબઈ કંપનીના માર્કેટીંગ અને સોશ્યલ મીડિયા સંભાળતા બંને ભાગીદારોએ ઉચા વળતરની લાલચ આપી 194.40 કરોડ જેવી માતબર રકમની છેતરપીંડી આચરતા ડીસીબી પો.સ્ટેમાં ગુના નોંધાવ્યો હતા.
આ ગુનામાં નાસતા ફરતા કમલેશ મહાદેવ ઓઝે રે.ઓઝોન વેલી, પારસિકનગર કાળવા મહારાષ્ટ્ર અને અવિનાથ બબન સાંગલે રે.લોધા કાસા ઈકોપોલીસ, માનકોલી ભાડુપ મહારાષ્ટ્રને રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમી આધારે ઝડપી લેવામાં સફળતા મેળવી હતી.આ ગુનામાં અગાવ ચાર આરોપીની ધરપકડ થઈ હતી. ગુનામાં ફરાર વધુ બે ઉપરોકત આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે.
આ કામગીરી પી.આઈ.એમ.આર.ગોંડલીયા એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ, પી.એસ.આઈ.એ.એન.પરમાર, સ્ટાફના ભરતભાઈ વનાણી. ઘનશ્યામભાઈ મેણીયા,મોહિલરાજસિંહ ગોહિલ વિ.એ.કરી હતી.