Wadhwan,તા.2
ધ્રોલ પો.સ્ટે.માં કલમ 303(ચોરી) મુજબનો ગુન્ડો ધ્રોલ તાલુકાના મોટા વાગુદળ ખાતે ફરીયાદીના વાળામાથી કુલ-08 મોટા બોકળા પશુ જીવ કિ.રૂ।0,000ની ચોરી કરેલ તેમજ ધ્રોલ પો.સ્ટે.303(ચોરી) મુજબનો ગુન્હો ધ્રોલ તાલુકાના દેદકદળ ખાતે ફરીયાદીના વાળા માથી કુલ-05 નાના બોકળા પશુ જીવ કિ.રૂ।0,000ની કોઇ અજાણ્યા ઇસમો ચોરી કરી ગયેલની ફારીયાદ જાહેર થયેલ જે સીસીટીવી કેમેરા તથા ટેકનીકલ તથા હુમન સોર્સથી ધ્રોલ પોલીસ સ્ટેશન રાજેશભાઇ કે.મકવાણા તથા હરદેવસિંહ જે.જાડેજા તથા વનરાજભાઇ એમ.મકવાણા તથા રધુવિરસિંહ ચંદુભા જાડેજા તથા નાગજીભાઇ પી.ગમારાને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ ઉપરોકત ગુન્હાના આરોપીઓ નડીયાદ જી.ખેડા ખાતે હોવાની બાતમી આધારે નડીયાદ ખાતે જઇ બે શંકાસ્પદ વ્યક્તિ અર્ટીકા કાર સાથે મળી આવેલ હોય.
જેની આગવી ઢબે પુછપરછ કરતા તે બન્ને ઇસમે ગુન્હા પોતાના અન્ય બે મિત્રો સાથે અંજામ આપેલ હોવાનુ જણાવતો હોય, જેથી ઇસમોને તથા ગુન્હામા ઉપયોગમા લીધેલ અર્ટીગા ગાડી સાથે ધ્રોલ પો.સ્ટે. ખાતે લાવી ધોરણસર ધરપકડ કરેલ છે. તેમજ ચોરી કરેલ બોકળા પશુ જીવના વેચાણ કરેલ તેના રોકડા રૂપીયા કબ્જે કરેલ છે. આરોપીનુ નામ:- ઉમેશભાઇ પરસોતમભાઇ તળપદા ઉ.વ.25 ધંધો.મજુરી રહે. મહેશ વાટીકા વાડી દિનશાનગર જુનો ડુંમરાલ રોડ, નડીયાદ તા.નડીયાદ જી.ખેડા, ભાવેશ ઉર્ફે ભાવલો મફતભાઇ તળપદા ઉ.વ.24 ધંધો.ડ્રાઇવીંગ રહે.ચકલાસી ભાગોળ ફતેપુરા રોડ રાજેન્દ્રનગરના નાકે, નડીયાદ તા.નડીયાદ જી.ખેડા.

