Junagadh,તા.26
એ ડીવીઝન સ્પે.ઓપરેશન ગ્રુપે બે શખ્સોને વાલ્મીકી વાસમાંથી 2.557 કીલો ગાંજા સાથે દબોચી લીધા હતા. આ અંગે એ ડીવીઝન પોલીસમાંથી મળતી વિગત મુજબ એ ડીવીઝન સ્પે. ઓપરેશન ગ્રુપના પોલીસ કોન્સ. ભુપતસિંહ ડોલરસિંહ અને સ્ટાફને મળેલી બાતમીના આધારે વાલ્મીકી વાસમાં રહેતો ભરત ઉર્ફે પુરાના (ઉ.40) રે. ગેંડાગર રોડ વાલ્મીકી વાસ વાળાને આરોપી રમેશ ઉર્ફે ગીરનારી ઉર્ફે ભોલે (ઉ.46) રે. રામદેવનગર વાળો પ્રતિબંધીત વનસ્પતિજન્ય પદાર્થ ગાંજો મંગાવી આરોપી ભરતને વહેંચવા આપવા આવેલ.
ત્યારે પોલીસે ત્રાટકી 2.557 કિલો ગાંજો કિંમત રૂા.25,570નો પકડી પાડી બન્નેને દબોચી લીધા હતા જેની વધુ તપાસ પીએસઆઈ વાય.એન. સોલંકીએ હાથ ધરી છે. આરોપી ભરત અગાઉ બે વખત ગાંજા સાથે ઝડપાયો હતો. ફરી ત્રીજી વખત ઝડપાયો છે.