Morbi,તા.16
ભડિયાદ રોડ પર નજરબાગ રેલ્વે સ્ટેશન પાસે જાહેરમાં વરલી ફીચર જુગાર રમતા ઈસમને ઝડપી લઈને પોલીસે રોકડ જપ્ત કરી છે જયારે વાંકાનેરના ધરમ ચોકમાંથી એક ઈસમને વરલી જુગાર રમતા પોલીસે ઝડપી લીધો હતો
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે નજરબાગ રેલ્વે સ્ટેશન પાસે ભડિયાદ રોડ પર રેડ કરી હતી જ્યાં આરોપી અરવિંદ અજુભાઈ સોમાણી (ઉ.વ.૩૨) વાળો ઇસમને જાહેરમાં વરલી જુગાર રમતા ઝડપી લીધો હતો આરોપી પાસેથી રોકડ રૂ ૧૦૫૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે બીજી રેડમાં વાંકાનેર સીટી પોલીસ ટીમે ધરમ ચોક એસ.પી. પાન સામે રેડ કરી હતી જ્યાં આરોપી વિનુભાઈ મોહનભાઈ દેગામાંને જાહેરમાં વરલી જુગાર રમતા ઝડપી લીધો હતો આરોપી પાસેથી જુગાર સાહિત્ય અને રોકડ રૂ ૨૩૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે