Ahmedabad, તા.૧૧
અમદાવાદમાં રફતારના કહેરે વધુ બેનો ભોગ લીધો છે. શિવરંજની પાસે કારે એક્ટિવાને ઠોકર મારતા, એક્ટિવામાં સવાર બે લોકોના મોત થયા હતા. આ ઘટના ઝાંસીની રાણી મ્ઇ્જી બસ સ્ટેન્ડ પાસે સર્જાઇ હતી. મૃતકોના ઓળખ અશફાક અજમેરી અને અક્રમ કુરેશી તરીકે થઇ છે. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઇ ગયા હતા.
સુરતના ઓલપાડ -સાયણ રોડ પર પણ અકસ્માત સર્જાયો હતો. માધવ ઇન્ડસ્ટ્રીઝ પાસે બેફામ કાર ચાલકે ૨ સાયકલ ચાલકને ઉડાવ્યાં હતા, જેમાં એક સાયકલ પર સવાર બે લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે અન્ય એક સાયકલ ચાલકને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટમાં દાખલ કરાયા હતા. અકસ્માત સર્જતા કાર ગટર માં પલટી મારી ગઈ હતી. ઓલપાડ પોલીસ ઘટના સ્થળે પહોચી બંને મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્વાં હતા. પોલીસે કાર ચાલકની કરી અટકાયત કરી છે. વાપીમાં બેફામ કાર ચાલકે બે લોકોને અડફેટેલેતા અકસ્માત સર્જાયોહતો. વાપીના ગુંજન વિસ્તારમાં આ ઘટના બની હતી, જેમાં કાર ચાલક નશામાં હોવાનો આરોપ છે. રોષે ભરાયેલા લોકોએ કાર ચાલકને મેથીપાક ચખાડ્યો હતો. નશામાં ચૂર કાર ચાલકને ચાલવાના પણ ફાફા હોવાનો દાવો પ્રત્યક્ષદર્શી કરી રહ્યાં હતા. આ ઘટનામાં પોલીસ જાતે જ ફરિયાદી બની તપાસ શરૂ કરી છે
ઉલ્લેખનિય છે કે,વિધાનસભામાં રજૂ કરેલા વાર્ષિક અહેવાલ મુજબ છેલ્લાં બે વર્ષમાં રોડ અકસ્માતની સંખ્યામાં વધારો થયો છે. વર્ષ ૨૦૨૧માં ૧૫૧૮૫ અને વર્ષ ૨૦૨૨માં ૧૫૭૫૧થી વધુ અકસ્માતો નોંધાયા છે એટલે કે રાજ્યમાં દરરોજ ૪૦થી વધુ અકસ્માતો થઈ રહ્યા છે. નોંધનીય છે કે, વર્ષ ૨૦૨૦માં આ અકસ્માતની સંખ્યા ૧૩૩૯૮ હતી એટલે તેમાં ૧૨ ટકાથી વધુનો વધારો થયો છે.વર્ષ ૨૦૨૧ અને ૨૦૨૨ એમ બે વર્ષમાં છેલ્લા બે વર્ષમાં અકસમાતાં વધારો જોવા મળ્યો છે તે પણ ચોંકાવનારી બાબત છે. ગુજરાતમાં રોજ એક રોડ અકસ્માતનું કારણ સગીર છે. કેન્દ્ર સરકારે રાજ્યસભામાં આપેલી માહિતી મુજબ ૨૦૨૩ અને ૨૦૨૪માં રાજ્યમાં ૭૨૭ અકસ્માત ૧૮ વર્ષથી નાના યુવાનો દ્વારા થયા છે. દેશમાં ૧૧,૮૯૦ અકસ્માત અને સૌથી વધુ તમિલનાડુમાં ૨,૦૬૩ અકસ્માત સગીરોએ સર્જ્યા છે. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી મુજબ રાજ્યમાં ૨૦૨૨ અને ૨૦૨૩ દરમિયાન ૧૮ વર્ષથી નાના ૮૯૩ એટલે કે વર્ષે સરેરાશ ૪૪૬ યુવકો માર્ગ અકસ્માતમાં મોતને ભેટ્યા છે.રોજ એક અથવા બે સગીર માર્ગ અકસ્માતમાં મોતને ભેટે છે. સગીર દ્વારા ડ્રાઇવિંગના કિસ્સામાં બિહારમાં ૪૪ લાખ, છત્તીસગઢમાં ૧.૩૦ લાખ, દિલ્હીમાં ૪૪ હજાર, જમ્મુ કાશ્મીરમાં ૧.૩૬ લાખ, ઉત્તરાખંડમાં ૧.૦૫ લાખ, ઉત્તરપ્રદેશમાં ૨૩ હજાર દંડ ઇ-ચલણમાં ફટકારાયો છે.