Morbi,તા.12
વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક મોપેડમાં ૧૭ વર્ષીય સગીર વૃદ્ધાને પાછળ બેસાડી માટેલ દર્શન કરી પરત આવતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક ચાલકે મોપેડને ઠોકર મારતા સગીર સહીત બંનેના કરુણ મોત થયા હતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
રાજકોટના સાપર વેરાવળ હાઉસિંગ બોર્ડ કોલોનીમાં રહેતા પૂર્વેશભાઈ રમેશભાઈ પરમારે ટ્રક આરજે ૧૪ જીએલ ૮૯૮૧ ના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ભાણેજ રીક્કીભાઈ દીપકભાઈ કવા (ઉ.વ.૧૭) વાળા તેના એક્સેસ મોટરસાયકલ જીજે ૨૫ એએફ ૪૫૧૩ લઈને ફરીયીદીના માતા ગુલાબબેન રમેશભાઈ પરમાર (ઉ.વ.૭૦) વાળા સાથે માટેલ દર્શન કરી રાજકોટ પરત આવતા હતા ત્યારે વાંકાનેર વઘાસીયા ટોલનાકા પાસે પહોંચતા ટ્રક ચાલકે મોપેડ સાથે અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં ફરિયાદીના ભાણેજ અને માતાને ગંભીર ઈજા પહોંચતા બંનેના મોત થયા હતા વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે