Morbi,તા.21
હરીપરથી મીતાણા જતા રોડ પરથી મોટરસાયકલ લઈને આધેડ જતા હતા ત્યારે કાર ચાલકે બાઈકને પાછળથી ઠોકર મારતા બાઈક ચાલક અને પાછળ બેસેલ મહિલાને પછાડી દેતા ઈજા પહોંચી હતી
ટંકારાના નસીતપર ગામના રહેવાસી રાજેન્દ્રભાઈ બધાભાઈ દાફડાએ કાર જીજે ૧૦ ડીજે ૪૯૯૯ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી રાજેન્દ્રભાઈ અને જ્યોતિબેન બાઈક લઈને હરીપર ગામથી મીતાણા રોડ પર જતા હતા ત્યારે કાર ચાલકે પુરઝડપે ચલાવી બાઈકને પાછળથી ઠોકર મારી ફરિયાદી રાજેન્દ્રભાઈ અને જ્યોતિબેનને પછાડી દેતા ઈજા પહોંચી હતી ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે