ટ્રાયલ કોર્ટે યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યા વિના ડિફોલ્ટ જામીન નામંજૂર કર્યા : હાઈકોર્ટે
Junagadh,તા.26
જુનાગઢ પોલીસે ગુજસીટોક કાયદા હેઠળ ધરપકડ કરાયેલા મોહસીન મલેક અને શાહરુખ કાદરી ને ગુજરાત હાઈકોર્ટેએ જામીન આપ્યા છે. અદાલતે ધરપકડના લગભગ ત્રણ વર્ષ પછી જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો. તપાસકર્તા નિર્ધારિત સમયગાળામાં ચાર્જશીટ દાખલ કરવામાં નિષ્ફળ ગયા અને ટ્રાયલ કોર્ટે આરોપીને જાણ કર્યા વિના તપાસનો સમયગાળો લંબાવ્યો તે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.ટ્રાયલ કોર્ટે યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યા વિના ડિફોલ્ટ જામીન નામંજૂર કર્યા હતા હાઈકોર્ટે જણાવ્યું હતું કે, જ્યારે કોઈપણ માનવ અધિકાર, વ્યક્તિનો બંધારણીય મૂળભૂત અધિકાર કાપવામાં આવે છે, ત્યારે આવા અધિકારને કાપતો કાયદો કડક રીતે વાંચવો જોઈએ. 2022 માં જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા અપહરણ અને ખંડણી માંગવાના આરોપમાં સરફરાઝ, અકરમ, સોહીલ, મોહસીન અને શાહરુખ નામના શખ્સોં વિરુદ્ધ ઘ ગુજરાત કંટ્રોલ ઓફ રેરરીઝલ એન્ડ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ એટલે ગુજસીટોક અન્વયે કાર્યવાહી કરવામાં આવી હતી. આ ગેંગના પાંચેય શખ્સો સામે અત્યાર સુધીમાં રાયોટીંગ, ખૂનની કોશિષ, અપહરણ, લુંટ, આર્મ્સ એક્ટ, મારામારી, મિલકતને નુકશાન, ધાક–ધમકી સહિતના ગુન્હાઓ નોધાયેલ હતા.
ધરપકડ કરવામાં આવી હતી. તેમની ધરપકડના 90 દિવસ પછી પણ પોલીસ ચાર્જશીટ દાખલ કરી શકી નહીં અને ખાસ ગુજસીટોક કોર્ટને તપાસનો સમયગાળો વધુ 90 દિવસ લંબાવવા વિનંતી કરી હતી. ચાર મહિનાથી થોડો વધુ સમય જેલમાં રહ્યા પછી, મલેક અને કાદરીએ ડિફોલ્ટ જામીન માટે અરજીઓ દાખલ કરી હતી કારણ કે કાયદાકીય 90 દિવસના સમયગાળામાં તેમની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી ન હતી. કોર્ટે તેમને ડિફોલ્ટ જામીન આપવાનો ઇનકાર કર્યો હતો કારણ કે તપાસનો સમયગાળો લંબાવવામાં આવ્યો હતો. ચાર્જશીટ દાખલ ન કરવા બદલ તેઓ સીઆરપીસીની કલમ 167(2) હેઠળ ડિફોલ્ટ જામીન માટે પાત્ર હતા.કેસની સુનાવણી બાદ ન્યાયાધીશ ડી. એ. જોશીએ બંને આરોપીઓને ડિફોલ્ટ જામીન પર જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. આ કામમાં હાઈકોર્ટના એડવોકેટ આશીષભાઈ ડગલી , રાજકોટના યુવા ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, ખોડુભા સાકરીયા, જયવિર બારૈયા, મીલન જોષી, દીપ વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, સાગરસિંહ પરમાર સહિતના રોકાયા હતા.