Jamnagar,તા.06
જામનગર શહેરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલો એક બાઈક ચાલક ઝડપાયો છે, જ્યારે એક શખ્સની સુપર માર્કેટ પાસેથી ઇંગ્લિશ દારૂ સાથે પોલીસે અટકાયત કરી છે.જામનગરમાં વાણંદ શેરીમાં રહેતો હિતેશ દોલતભાઈ મારુ નામનો વાણંદ શખ્સ પોતાના બાઈકમાં ઇંગ્લિશ દારૂ સાથે પંચેશ્વર ટાવર વિસ્તારમાંથી પસાર થયો હોવાથી પોલીસે તેને અટકાવીને તલાસી લેતાં તેના કબજા માંથી ચાર નંગ ઇંગ્લિશ દારૂની બાટલી મળી આવી હતી. પોલીસે બાઈક અને દારૂ કબજે કરી લઇ આરોપી હિતેશ મારુ ની અટકાયત કરી લીધી છે.
આ ઉપરાંત સુપર માર્કેટ વિસ્તારમાંથી 15 નંગ ઇંગ્લિશ દારૂની બાટલી સાથે નીકળેલા સુરેશ ગિરધારીલાલ શર્મા નામના શખ્સને સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે ઝડપી લીધો છે, અને તેની સામે દારૂબંધી ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.

