શરાબને ૮૭ બોટલ અને બાઈક મળી, રૂ.૫૮ ગુજરાતનો મુદ્દામાલ કબ્જે
Gondal,તા.17
રાજકોટ જિલ્લામાં બે સ્થળે વિદેશી દારૂના દરોડા પડ્યા છે. જેમાં ગોંડલ શહેરમાં અને દેરડી (કુંભાજી) ગામે પોલીસે વિદેશી દારૂના દરોડા પાડી, શરાબની ૮૭ બોટલ અને બાઈક મળી રૂ.૫૮ હજારના મુદ્દા માલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા છે. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગોંડલ સીટી પોલીસ ની ટીમ શહેરમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક નંબર વિનાનું બાઈક શંકાસ્પદ જણાતા તેને અટકાવી તલાસી લેતા શરાબની ૨૨ બોટલ મળી આવતા, બાઈક અને શરાબ મળી રૂ. ૨૯ હજારના મુદ્દા સાથે ભગવતપુરા માં રહેતો કિશન જયંતીભાઈ ચૌહાણને ગોંડલ સીટી પોલીસે ધરપકડ કરી છે. જ્યારે બીજો વિદેશી દારૂનો દરોડો દેરડી (કુંભાજી) ગામે પાડી શરાબના ૬૫ ચપલા સાથે, દેરડી (કુંભાજી) ગામે રહેતો મનુ ઉર્ફે ચોટી લખુભાઈ હુદડ અને કનુભાઈ ઉર્ફે કની અરજણભાઈ ગજેરા નામના શખ્સોને સુલતાનપુર પોલીસની ટીમે ઝડપી લીધા છે.