Morbi,તા.26
મોરબીના જેતપર અને લીલાપર ચોકડી પાસે એમ બે સ્થળે પરિણીતાએ આપઘાત કર્યાના બનાવો બન્યા છે તેમજ રફાળેશ્વર નજીક પાણીની ડોલમાં ડૂબી જતા એક વર્ષની બાળકીનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે આપઘાત અને અપમૃત્યુના ત્રણ બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે
પ્રથમ બનાવમાં મોરબીના જેતપર ગામે વાડીએ રહેતા મુસ્કાનબેન ગોકુલભાઈ ભાભર (ઉ.વ.૨૮) વાળી પરિણીતા ગત તા. ૨૫ ના રોજ પોતાની વાડીએ ઓરડીમાં કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે જેતપર બાદ મોરબી ખસેડાઈ હતી જ્યાં સારવારમાં મોત થયું હતું મૃતકનો લગ્નગાળો ૫ માસનો હોવાનું જાણવા મળ્યું છે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી છે બીજા બનાવમાં મૂળ મધ્યપ્રદેશન વતની અને હાલ મોરબીના રફાળેશ્વર પાનેલી રોડ પર આવેલ સીમોરા કારખાના સામે ધરતી પ્લાસ્ટ લેબર કોલોનીમાં રહેતા અરવિંદભાઈ મંડલોઈની ૧ વર્ષની દીકરી આરાધ્યા લેબર કોલોનીમાં પાણી ભરેલ ડોલમાં ડૂબી જતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે
ત્રીજા બનાવમાં ઝારખંડના વતની અને હાલ લીલાપર ચોકડીથી નવાગામ જતા રોડ પર આવેલ સ્પેનીયા સિરામિકમાં કામ કરતા રાધારાની હેમરમ (ઉ.વ.૨૧) નામની પરિણીતા ઓરડીમાં પંખા સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો મૃતકનો લગ્નગાળો ૫ વર્ષનો હતો અને સંતાન ના હોવાનું જાણવા મળ્યું છે મોરબી તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે