નડિયાદના પારસ સર્કલ પાસે આજે વહેલી સવારે જ મહાનગરપાલિકાના ત્રણ વિભાગોની ટીમો પહોંચી હતી. જ્યાં દબાણ વિભાગે પારસ સર્કલ નજીક ગેરકાયદે ગલ્લાં અને ઓટલાં સહિતના દબાણો દૂર કર્યા હતા. દબાણો હટાવ્યા બાદ સેનેટરી વિભાગની ટીમ દ્વારા સ્થળ પરથી કાદવ અને ગંદકીનો પણ નિકાલ કરવામાં આવ્યો હતો. લગભગ બે ટ્રેક્ટર જેટલો કચરો દૂર કરાયો હતો. સમગ્ર કામગીરી બાદ વરસાદી લાઈનનો મુખ્ય પોઈન્ટ ખુલ્લો કરીને ચોકઅપ થયેલી વરસાદી લાઈનની સંપૂર્ણ સફાઈ કરવામાં આવી હતી. હાલ તો, નડિયાદમાં વરસાદી કાંસની ૮૦ ટકા જેટલી સફાઈ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ચાલુ વરસાદ દરમિયાન પણ પાણી ભરાવાની સમસ્યા ન થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા સતત વરસાદી કાંસોની સફાઈ શરૂ કરાઈ છે. ભવિષ્યમાં આ સ્થળે પુનઃ ગંદકી અને દબાણ જેવી સમસ્યા ન સર્જાય તે માટે મહાનગરપાલિકાએ વિશેષ આયોજન કર્યંં છે. ચેમ્બર ઉપર પ્લેટફોર્મ બનાવીને સિમેન્ટનું ઢાંકણું નાખીને સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો છે. ડેપ્યુટી કમિશનરે સેનેટરી વિભાગને આ સ્થળે ગંદકી ન થાય તે માટે પણ તાકીદ કરી હતી. સ્થળ પર આવેલા બે વૃક્ષોની ડાળીઓ વાયરોની વચ્ચે આવેલી છે.
Trending
- 4 જુલાઈનું રાશિફળ
- 4 જુલાઈનું પંચાંગ
- World માં ન્યાયતંત્રની શક્તિ – પીએમથી લઈને સામાન્ય નાગરિક સુધી
- હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપ ભાગ-3
- તંત્રી લેખ…અમરનાથ યાત્રા આતંકવાદ સામે પણ એક મોટો સંદેશ આપવા જઈ રહી છે
- Nifty Futures ૨૫૬૭૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
- MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
- Rajkot: ડૂમિયાણી ગામેં જુગારના પાટલા પર દરોડો: 10 ઝબ્બે