China તા.27
અમેરિકી નૌસેનાના લડાયક એરક્રાફટ દક્ષિણ ચીન સાગરમાં ક્રેશ થયા હતા. બન્ને એરક્રાફટ રવિવારે યુએસએસથી નિમિત્ઝથી રૂટીન અભિયાન માટે નીકળ્યા હતા.
અમેરિકી નૌસેનાના જણાવ્યા મુજબ રવિવારે બપોરે એરક્રાફટ કેરિયર યુએસએસ નિમિત્ઝથી રૂટીન અભિયાન માટે નીકળેલ એમએચ-60 આરસી હોક હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર બન્યું હતું.
આ દુર્ઘટના સ્થાનિક સમય અનુસાર બપોરે 2.45 વાગ્યે સર્જાઈ હતી. રાહત બચાવ અભિયાન દરમિયાન બધા ત્રણેય ક્રુ સભ્યોને બચાવી લેવાયા હતા. નૌસેના અનુસાર હેલિકોપ્ટરનું સંચાલન મેરીટાઈમ સ્ટ્રાઈક સ્કવોડ્રનની બેટલ કેટસ ટીમ કરી રહી હતી.
આ ઘટનાના લગભગ અડધા કલાક બાદ 3.15 વાગ્યે યુએસએસ નિમિત્ઝથી ઉડાન ભરનાર એફ/એ-18 એફ-સુપર હોર્નેટ લડાયક વિમાન પણ ક્રેશ થયું હતું. તે પણ રૂટીન અભિયાન પર હતું. જણાવાયા મુજબ આ લડાયક વિમાન સ્ટ્રાઈકર ફાઈટર સ્કવોર્ડનની ફાઈટીંગ રેડ કોકસ ટીમ પાસે હતું. દુર્ઘટના દરમિયાન તેના પાયલોટને બચાવીને બહાર કાઢવામાં આવ્યો હતો.

