Bhavnagar,તા.13
ભાવનગર શહેરમાં ગંગાજળિયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય ત્યારે મળેલી બાતમીના પગલે શહેરના લાકડીયાપુલ પાસે જાહેરમાં થેલામાં નાની મોટી દારૂની બોટલો લઈને ઉભેલી બે મહિલાઓને ઝડપી લીધી હતી.
પેટ્રોલીંગ દરમ્યાન મહિલાઓના શંકાઓના આધારે થેલા ચેક કરતા દારૂની બોટલો મળી આવી હતી.પોલીસે જયશ્રીબેન દીપકભાઈ રાઠોડ, રૂપાબેન પ્રકાશભાઈ પરમાર આડોડીયાવાસ ને દારૂની નાની મોટી બોટલો 144 કિંમત 30, 240 સાથે ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.

