Rajkot,તા.08
શેર માટીની ખોટ…. સંતાન સુખ સર્વોત્તમ મનાય છે, પરંતુ સંતાન ની વિદાય “અકાળે” થાય તો પરિવારનું જીવવું દોહ્યલું બની જાય છે વીરડા વીજળી ગામે ઈંટો ભઠ્ઠા ચલાવતા આદિવાસી બિહારી શ્રમજીવી પરિવારની એક માસુમ દિકરી નું પાણીની કુંડીમાં પડી જતા કરુણ મોત નીપજ્યું હતું, અંગે પ્રાપ્ત વિગતો મુજબ વીરડા વાજડી ગામે સ્મશાનની બાજુમાં મુરલી હોટલ સામે ઈંટોનો ભઠ્ઠો ચલાવતા કુંદન કુમારસિંગ ની દીકરી ગંગા કુમારી તારીખ ૭ ના રોજ ઘર પાસે આવેલી પાણીની કુંડીમાં અકસ્માતે રમતા રમતા પડી ગઈ હતી, પરિવાર જનનોએ તાત્કાલિક ૧૦૮ મારફત જનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા મૃત જાહેર કરી હતી. મૂળ બિહારના કુંદનકુમાર ને પાંચ સંતાનો માં નાની દીકરી કુંદનબહાર રમતી હતી પરિવાર મોડી રાત્ સુધી ઈંટોનું કામ કરીને મોડે સૂતા હોય સવારે પરિવારજનો આરામ કરતા હતા ત્યારે કુંદન રમતા રમતા પાણીમાં પડી ગઈ હતી કુંદનના મૃત્યુથી શ્રમજીવી પરિવાર પર આભ તુટી પડ્યું હતું આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પી એસ આઈ ડી બી કારેથાએ તપાસ હાથ ધરી છે