New York,તા.09
અમેરિકામાં હાલમાં થયેલા સર્વેક્ષણ પરથી જાણવા મળે છે કે ઇઝરાયેલ પર અમેરિકી નાગરિકોનું સમર્થન ઓછું થતું જાય છે. આ સર્વેક્ષણમાં ૩૪ ટકા મતદારોએ ઇઝરાયેલ જયારે ૨૫ ટકાએ પેલેસ્ટાઇનીઓને સમર્થન કર્યુ હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ગત સપ્ટેમ્બર મહિનામાં ન્યૂયોર્ક ટાઇમ્સ અને સિએના યુનિવર્સિટીએ અમેરિકી મતદાતાઓ માટે આ સર્વે કામગીરી કરી હતી. આ સર્વેક્ષણ ૧૯૯૮થી નિયમિત થાય છે જેમાં પ્રથમવાર લોકોએ ઇઝરાયેલ કરતા પેલેસ્ટાઇનીઓ માટે વધારે હમદર્દી બતાવી છે.
ડિસેમ્બર ૨૦૨૩માં ઇઝરાયેલ પર હમાસનો હુમલો ચાલુ હતો તે દરમિયાન થયેલા સર્વેક્ષણમાં ૪૭ ટકા લોકો ઇઝરાયેલને સમર્થન કરતા જેમાં હવે ઘટાડો થયો છે. અમેરિકાના એક કટ્ટર સહયોગી માટે એક સમયે સર્વદલીય સમર્થન મળતું હતું પરંતુ હવે પરિસ્થિતિ બદલાઇ ગઇ છે. સર્વેક્ષણમાં પુછવામાં આવ્યું હતું કે ઇઝરાયેલને વધારાની આર્થિક અને સૈન્ય સહાયતા બાબતે શું માનો છો જેમાં ૬૫ વર્ષથી વધુ વયનાઓએ ૫૪ ટકા પરંતુ ૧૮ થી ૨૯ ઉંમરના ૬૮ ટકા લોકોએ વિરોધ કર્યો હતો માત્ર ૩ ટકા જ પક્ષમાં હતા.