મામા સાહેબના મંદિરે માંડવામાંથી આવતા મિત્રોને રસ્તામાં કાળ આંબી ગયો
Rajkot,તા.29
રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલા કુચીયાદડ નજીક ડમ્પર પાછળ કાર ઘુસી જતા મોડી રાત્રે ગોઝારા અકસ્માતમાં બે યુવાનોના મોત નિપજ્યાનો બનાવ્ પોલીસ દફતરે નોંધાયો છે.આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ એરપોર્ટ પોલીસ મથકની હદમાં આવેલ રાજકોટ અમદાવાદ હાઈવે પર ગામ પાસે બ્રિજ ચડતી વખતે ડમ્પર નંબર જી જે ૦૩બી વાઈ ૯૦૨૪ ના ચાલકે બ્રિજ ચડતી વખતે એકાએક બ્રેક મારી દેતા પાછળથી આવતી વરના કાર નંબર જી જે ૦૩ ઇ સી ૭૪૫૧ પાછળથી ઘુસી જતા સર્જાયેલા અકસ્માતમાં મોટરમાં બેઠેલા અશોકભાઈ બટુકભાઈ સીતાપરા ૩૨ રહે રામાપીર મંદિર વીસીપરા વાંકાનેર અને મનીષભાઈ બટુકભાઈ સીતાપરા વીસીપરા વાંકાનેર, અને ધીરજ ઉર્ફે પ્રદીપ વીરજીભાઈ જાદવ પીપરડી રહેવિછીયા, વાળાને ગંભીર ઇજા થઈ હતી. જેમાંથી અશોકભાઈ બટુકગોઝ સીતાપરા તથા ધીરજ ઉર્ફે પ્રદીપ વીરજીભાઈ જાદવ નું મૃત્યુ નીપજયુ હતું. આ ગોજારા અકસ્માતમાં મોતને હાથ તાળી આપી બચી ગયેલા ફરિયાદી પ્રવીણભાઈ અમરશીભાઈ સરાવળિયાએ જણાવ્યું હતું કે૨૪/૪ ના રોજ સાંજે ૭/૩૦ વાગે તમામ મિત્રો કુચીયાદળ પાસે આવેલ સાતહનુમાન મંદિર નજીક મામા સાહેબ ના મંદિરે માંડવામાં જવા નીકળેલા મિત્રોની વરના કાર ને કાળ આંબી ગયો હતો આ બનાવ અંગેપ્રવીણભાઈ અમરશીભાઈ સરાવળિયા નવા વાઘણીયા વાળાએ ડમ્પર ચાલક વિરૂ ધ અકસ્માત સર્જી બે મિત્રોના મોતની ફરિયાદ ડમ્પર ચાલક વિરુદ્ધ નોંધાવતા એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસએસ જાડેજાએ તપાસ હાથ ધરી છે