Kotda Sangani,તા.02
કોટડા સાંગાણી તાલુકાના અરડોઇ ગામે સોળીયા પાટીયા રોડ ની બાજુમા મારે જે.સી.બી દ્રારા તાસ કાઢવાનુ કામ ચાલુ હોય ત્યારે અરડોઇ ગામના ઉપ સરપંચ નિમૅળભાઇ મુળુભાઇ લાવડીયા એ તાસ કાઢવાની ના પાડી જેમ ફાવે તેમ ગાળો આપી નિમૅળભાઈ ને એકદમ ઉશ્કેરાય માર માર્યા અંગેની નિમૅળ મુળુ લાવડીયા વિરુદ્ધ ગુનો નોંધાયો છે. વધુ વિગત મુજબ અરડોઇ ગામે બસ સ્ટેન્ડ પાસે રહેતા હાર્દિક પરસોત્તમભાઈ ગજેરા અને તેનો કુટુંબિક ભાઈ જગદીશ ચંદુભાઈ ગજેરા સહિત બંને સોળીયા પાટીયા પાસે જેસીબી દ્વારા ટાસ્ક કાઢતા હતા ત્યારે ઉપસરપંચ નિર્મળભાઈ મૂળુભાઈ લાવડીયા જેસીબી બંધ કરવાનું કહી અને જેસીબી બંધ ન કરતા મને કહેવા લાગે. હું ગામનો ઉપસરપંચ છું તમારે મને પૂછ્યા વગર તાસ કાઢો છો તેમ કહી ગાળો આપી માર માર્યા અંગેની કોટડા સાંગાણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઉપસરપંચ નિમૅળ લાવડીયા સામે ગુનો નોંધી વધુ તપાસ એ.એસ.આઇ.વીડી ગઢાદરા ચલાવી રહ્યા છે