Morbi,તા.17
વાધરવા નજીક નવા બનતા કારખાનાની સાઈટ પાસે ડમ્પર રીવર્સ લેતી વેળાએ ચાલકે બે શ્રમિકનને હડફેટે લેતા એકનું મોત થયું હ્ચે જયારે એકને ઈજા પહોંચી હતી માળિયા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
માળિયા તાલુકાના વાધરવા ગામની સીમમાં સીમ્પોલો ઇન્ટરનેશનલ પ્રા. લી. નામના નવા બનતા કારખાના પાસે રહેતા દીવાન બેરનાર ગણાવાએ ડમ્પર જીજે ૩૬ વી ૯૧૪૨ ના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ડમ્પર ચાલકે ડમ્પર રીવર્સ લેતી વખતે ફરિયાદીના ભાઈ સંજય બેરનાર ગણાવા (ઉ.વ.૨૨) અને ભત્રીજા દીપક તોલિયા ભુરીયાને હડફેટે લીધા હતા જેમાં ફરિયાદીના ભાઈ સંજયભાઈને પેટના ભાગે પાછળનું ટાયર ચડાવી દઈને ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવી અને દીપકને ઈજા કરી હતી માળિયા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે