Jetpur,તા.15
જેતપુરના દાતાર તકિયા દરગાહ નજીક રાત્રીના સમયે અંધારાનો લાભ ઉઠાવી નરાધમે ગૌ વંશ સાથે દુષકૃત્ય આચર્યાનો બનાવ સામે આવ્યો છે. ગૌ વંશ સાથે કુકર્મ કરનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી ઉદ્યોગનગર પોલીસે શોધખોળ શરૂ કરી છે. બીજી બાજુ હેવાનિયત ભરેલા કૃત્યના અહેવાલ વહેતા થતાં ગૌ પ્રેમીમાં રોષનો માહોલ વ્યાપ્યો છે.
જેતપુરમાં અભિષેક સ્કૂલ નજીક બાપુની વાડી વિસ્તારમાં રહેતા 30 વર્ષીય યુવાન હિરેનભાઈ ભરતભાઇ આશરાએ જેતપુર ઉદ્યોગનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇ તા.૧૩/૦૭/૨૦૨૫ ના રાત્રીના નવ વાગ્યે દાતાર તકીયા દરગાહ નજીક મારા સસરાના ઘરની બહાર રોડ ઉપર છ-સાત ગાયો અંધારામા બેસેલ હતી. જેમા ગાય સાથે કોઇ અજાણી વ્યક્તિ ગાયની પાછળ ભાગે સાવ નજીક બેસી ગયેલ હોય અને પોતાનું પેન્ટ થોડુ નીચે ઉતારીને ગાયના પાછળના ભાગે દુષ્કર્મ જેવું કૃત્ય કરતો હોવાનું જણાયેલ હતું. જેથી મે જોરથી અવાજ કરતા અજાણ્યો શખ્સ ત્યાથી નાશી ગયેલ હતો. બાદમાં તુરત જ મારા સાળા અજયભાઈ રમેશભાઈ તથા તેની બાજુમા રહેતા ગોવિંદભાઈ ઘરની બહાર નીકળી ગયેલ હતા. બાદમાં બનાવસ્થળ સામે રાજહંસ નામનુ સાડીનુ કારખાનુ આવેલ હોય સીસીટીવી કેમેરા દુષ્કર્મ કરતો હોવાનું જણાઈ આવેલ હતું. આ શખ્સે આશરે 10 મિનિટ સુધી દુષકૃત્ય આચર્યાનું દેખાઈ આવ્યું હતું.
જેતપુર ઉદ્યોગનગર પોલીસે યુવાનની ફરિયાદ પરથી અબોલ પશુ સાથે દુષકૃત્ય આચરનાર નરાધમ વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.