Ukraine,તા.29
રશિયા અને યુક્રેન વચ્ચેના સતત ભીષણ બનતા જતા યુદ્ધમાં ગઈકાલે રશિયાના સી-ડ્રોને યુક્રેનના સૌથી મોટા યુદ્ધ જહાજને ડુબાડી દીધુ હતું. યુક્રેનની સેના માટે રેડિયો ઈલેકટ્રોનીક રડાર અને સંદેશા વ્યવહાર માટે મહત્વનું તથા મધ્યમ સાઈઝનું ગણાતું લગુના કલાસનું જહાજ જે યુક્રેનના નૌકાદળ માટે અત્યંત મહત્વનું હતું.
તેના પર રશિયાએ પ્રથમ વખત દરિયાઈ ડ્રોનનો ઉપયોગ કર્યો હતો અને તેનો પ્રહાર એટલો જબરદસ્ત હતો કે આ જહાજ સમુદ્રમાં જ ડુબી ગયું હતું. જો કે તે પુર્વે મોટાભાગના નાવીકોએ જહાજ છોડી દીધું હતું.
યુક્રેન નૌકાદળના સીમ્ફરોકોલ નામનું આ જહાજ 2019માં લોન્ચ કરાયું હતું અને તે યુક્રેન નૌકાદળનું સૌથી મોટુ જહાજ ગણાતુ હતું.