Ukraine તા.14
અલાસ્કામાં અમેરિકી અને રશિયન રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પુતિનની મુલાકાત પહેલા બ્રિટીશ મીડીયાએ ઝેલેન્સ્કીના વલણમાં નરમી આવી હોવાનો મોટો દાવો કર્યો છે. રિપોર્ટ અનુસાર યુક્રેની રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી લગભગ સાડા ત્રણ વર્ષથી રશિયા સામે ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવા માટે કબજાવાળી યુક્રેની જમીન રશિયા માટે છોડવા પર રાજી થઈ શકે છે.
આટલું જ નહીં, રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ મુદા પર યુરોપમાં પણ હવે મતભેદ પેદા થઈ ગયા છે. જયાં ફ્રાન્સ-જર્મની ઝેલેન્સ્કી સાથે ઉભા રહી ખુલીને પુતિન-ટ્રમ્પ વાર્તામાં યુક્રેન અને યુરોપને સામેલ કરવાની વાત કરી રહ્યા છે, ત્યારે ભારતે આ મામલે ચૂપ્પી સાધી લીધી છે.
માનવામાં આવે છે કે પુતિન-ટ્રમ્પ વચ્ચે સહમતી થઈ ગયા બાદ યુક્રેન સામે શાંતિ વાર્તાના સ્વીકાર સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં રહે. ઉલ્લેખનીય છે કે, યુક્રેન યુદ્ધથી અમેરિકાના અલગ થઈ જવા બાદ યુરોપીય દેશો પાસે યુક્રેનનું સમર્થન ચાલુ રાખવા માટે જરૂરી આર્થિક, રણનીતિક ક્ષમતા નહીં રહે. આ પરિસ્થિતિમાં યુરોપે પણ યુદ્ધ વિરામ પ્રસ્તાવ પર મહોર લગાવવી પડશે.