Veraval,તા.31
ગીર સોમનાથ કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના વડપણ અને નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલના માર્ગદર્શન હેઠળ ઉના તાલુકાના પાસવાળા ગામની નદી પટ્ટ વિસ્તારના જાગૃત નાગરિક ની ફરીયાદ આધારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ તપાસ સમયે બિન અધિકૃત ખનીજ ખનન કે વહનની પ્રવૃતિ ધ્યાને નહોતી આવી, પરંતુ આ કચેરીની તપાસ ટીમ દ્વારા અગાઉ તા.૨૯/૦૭/૨૦૨૫ ના રોજ ફરીયાદમાં ઉલ્લેખિત વિસ્તારમાં ચેકીંગની કામગીરી હાથ ધરી તંત્ર દ્વારા ૦૨ (બે) બિન અધિકૃત વહનના કેસોમાં ૧.૦૧ લાખની વસૂલાત કરવામાં આવી છે.વધુમાં ઉના તાલુકાના વિસ્તારમાં કચેરીની તપાસ ટીમ દ્વારા સઘન ચેકિંગની કામગીરી હાથ ધરી ૦૨ (બે) બિન અધિકૃત વહન સબબના કેસોમાં નિયમોનુસાર દંડની વસુલતાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.