Devbhoomi Dwarka,તા.31
પોલીસે 13 કિલો અને 200 ગ્રામ માદક પદાર્થનો જથ્થો કબજે કર્યો: એસઓજી એલસીબી , સ્થાનિક પોલીસ અને કેન્દ્રીય એજન્સી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું
દેવભૂમિ દ્વારકા જિલ્લાનો દરિયા કિનારો વધુ એક વખત ડ્રગ્સ માફિયા માટે સ્વર્ગ સમાન હોય તેમ કલ્યાણપુર તાલુકાના ગોજીનેસ ગામ નજીક દરિયા કિનારેથી રૂપિયા 6.61કરોડની કિંમતનો 13 કિલો અને 200 ગ્રામ બીનવારસી ચરસનો જથ્થો મળી આવતા એસોજી અને કેન્દ્રીય એજન્સીઓ સતર્ક બની ચેકિંગનો ધમધમાટ આદર્યો છે. વધુ વિગત મુજબહાલની પરિસ્થિતિને ધ્યાને લઈ દરિયાઈ વિસ્તારોમાં હિલચાલ અને ગેરકાયદે પ્રવૃત્તિ પર ચાપતી નજર રાખવા રાજકોટ રેન્જના આઈ.જી.પી. અશોકકુમાર યાદવએ આપેલી સૂચનાને પગલે દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ અધિક્ષક નિતેષ પાંડેય એ આવી પ્રવૃત્તિને કડક સાથે ડામી દેવા અને નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડ , દ્વારકા વિભાગનાઓના માર્ગદર્શન મુજબ દરીયાઈ સુરક્ષાને લગતા સુચના આપેલ હોય જે આધારે કલ્યાણપુર પોલીસ સ્ટેશન પો.ઈન્સ.એમ.ડી.મકવાણાના માર્ગદર્શન મુજબ
તારીખ.૨૯/૦૫/૨૦૨૫ ના ભાટીયા આઉટ પોસ્ટ હેઠળ આવતા દરિયાકાંઠા ઉપર ફૂટ પેટ્રોલીંગ દરમ્યાન ગોજીનેશ ગામની સીમના દરીયાકાંઠા ઉપર ગુગળીયા બારૂના દરિયાકાંઠાથી એ.એસ.આઈ. કરશનભાઈ ગોગનભાઈ ચેતરીયા , કોન્સ. નિલેશભાઈ રમેશભાઈ ચાવડા અને ભીખાભાઈ નગાભાઈ ગાગીયા, દેવભૂમિ દ્વારકા એસ.ઓ.જી. સ્ટાફે બિનવારસુ કાપડની બેગી વાળા પેકીંગના અલગ અલગ કુલ-૧૦ પેકેટ મળી આવેલ .રૂ.૬,૬૧,૯૫,૦૦૦ni કિંમતના કુલ-૧૩.૨૩૯ કિલોગ્રામ માદક પદાર્થ ચરસનો જથ્થો મુદામાલ કબ્જે કરી કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કામગીરીમાં કલ્યાણપુર પોલીસ ઈન્સપેકટર એમ.ડી.મકવાણા, પો.સબ ઈન્સ.કે.પી.ઝાલા, એ.એસ.આઈ. કરશનભાઈ ચેતરીયા , એ.એસ.આઈ.ચંદ્રસિંહ જાડેજા , એ.એસ.આઈ ભીખાભાઈ ગાગીયા,એસ.ઓ.જી. હેડ કોન્સ. રામશીભાઈ પીંડારીયા , પો.હેડ કોન્સ. નેભાભાઈ બારડ, પો.હેડ કોન્સ. દિલીપભાઈ બાવળીયા ,કોન્સ.ભરતભાઈ ગોજીયા , પો.કોન્સ. નિલેશભાઈ ચાવડા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.