Godhra,તા.૨૮
હાલ દેશના ગૃહમંત્રી ગુજરાતની મુલાકાતે છે. અને તેઓ નિર્ધારિત કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. આ દરમિયાન આજે તેઓ ગોધરા ખાતે ગુરૂ ગોવિંદસિંહ વિશ્વવિધ્યાલયના ખાતમૂહુર્ત પ્રસંગે હાજર રહેનાર હતા. પરંતું ખરાબ હવામાનના કારણે તેઓ પહોંચી શક્યા ન હતા. જેથી તેમણે આ અંગે દિલગીરી વ્યક્ત કરી હતી. આ તકે તેમણે કહ્યું કે, આદિવાસી યુવાનોનું પ્રેરણાનું સ્થાન બને તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસો રહ્યા છે.
કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ ગુજરાતની મુલાકાતે છે. દરમિયાન તેઓ વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરીને તેની ભેંટ લોકોને આપી રહ્યા છે. સાથે જ મહત્વની બેઠકો યોજી રહ્યા છે. આજે ગોધરા ખાતે ગુરૂ ગોવિંદસિંહ વિશ્વવિદ્યાલયનો ખાતમૂહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. પરંતુ ખરાબ હવામાનના કારણે કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ ત્યાં પહોંચી શક્યા ન હતા. જે અંગે તેમણે દિલગીરી વ્યક્ત કરી હતી.
અમિતભાઇ શાહે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, હું પંચમહાલ જિલ્લાના અને સ્થાનિક લોકોની માફી માંગું છું, ખરાબ વાતાવરણના કારણે આવી શક્યો નથી. આવું અગાઉ પણ બન્યું હતું, અને આજે ફરી એક વખત બન્યું છે. આજે પંચમહાલના ઇતિહાસમાં ખૂબ જ મહત્વનો દિવસ છે. આદિવાસી યુવાનોનું પ્રેરણા સ્થાન બને તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસો રહ્યા છે. આજે રૂ. ૧૨૫ કરોડના ખર્ચે જુદા જુદા પ્રકલ્પોનું લોકાર્પણ થવાનું હતું. સાથે જ તેમણે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સમગ્ર પંચમહાલની જનતાને શુભેચ્છાઓ પાઠવી હતી.