Jamnagarતા. ૩૦ ,
ઈન્ટરનેટ અને મોબાઇલના યુગમાં તેના વ્યાપક ઉપયોગ સાથે તેની આદત પડી હોય તેનો વધુ ઉપયોગ થતો હોય તેની સમસ્યા અને સાથે ઉકેલ બતાવી ને વિધાર્થી તથા વાલીઓ ને જાગૃત કરવા ના હેતુ થી લાઈફફ્લિક્સ સંસ્થા દ્વારા આજે વહેલી સવારે જામનગર માં અનોખો પ્રયાસ કરવા માં આવ્યો હતો.
ધોરણ ૬ થી ૧૨ ના વિધાર્થીઓ દ્વારા રવિવાર, ૨૯ મી જૂન, સવારે ૫:૩૦ થી ૮ દરમિયાન “ફનવોક નું” આયોજન કરવામા આવ્યું હતું. જે રમત-ગમત સાથે જ્ઞાન માહિતી આપવાનો પ્રયાસ બાળકો દ્વારા કરવામાં આવ્યો હતો.
જામનગર શહેરના શિક્ષિત યુવાનો દ્વારા લાઈફફ્લિક્સ સંસ્થા કાર્યરત છે. જેમા વિધાર્થીઓને વર્ગખંડની બહારનુ પ્રેકટીકલ જ્ઞાન આપવા તેમજ મોબાઇલ એડિક્શન સામે લોક જાગૃતિ માટે “ફન વોક ”નુ આયોજન કરવામાં આવ્યું હતું . શહેરની વિવિધ શાળાના ધોરણ ૬ થી ૧૨ ના આશરે ૧૨૦ વિધાર્થીઓ દ્વારા સંપૂર્ણ કાર્યક્રમ આયોજન અને સંચાલન કરવામા આવે છે.
આજે રવિવારે સવારે જોગર્સ પાર્ક- વિરલ બાગ-સત્યસાંઈ સ્કૂલ-પેલેસ ગ્રાઉન્ડ – ગીતા મંદિર- જોગર્સ પાર્ક સુધીમા ૩ કિમીની અંતરે ૮ સ્થળે બાળકો દ્વારા બેનરો, સુત્રો, નાનકળી વાત સાથે મોબાઇલ એડિક્શન વિશે રમત સાથે રજુઆત કરી તેના ઉકેલ માટે પણ માહિતી આપવામાં આવી હતી . અનોખું અને જીવંત કાર્યક્રમમા બાળકો પોતાના અનોખા અંદાજમા “ફનવૉક ” જેમાં રમૂજ અને શીખથી ભરેલા વિવિધ લોકો મોબાઇલ એડિક્શન જેવી ગંભીર સમસ્યાને સરળ અને બાળકોની નજર થી જુએ તેવી રીતે સમજવાયું હતું
આ કાર્યક્રમનું આયોજન લાઇફ્લિક્સ – રિયલ વર્લ્ડ એડ્યુકેશન ટુ ધ ચિલ્ડ્રન સંસ્થા એ કર્યું છે, જે બાળકોને જીવનક્ષમ અને સાહસિક શિક્ષણ આપવાનો પ્રયત્ન કરે છે.આજે મોટાભાગના બાળકો અને મોટા મોબાઇલના વધુ ઉપયોગથી જીવસંતુલન ગુમાવી રહ્યા છે. અભ્યાસ, આરોગ્ય, સંબંધો અને વાસ્તવિક જીવનમાંથી દુર જતાં જઈ રહ્યા છે. આ વોક દ્વારા બાળકો જાતે જ લોકો સુધી આ સંદેશ પહોંચાડશે કે કેવી રીતે સ્માર્ટફોનનો સમતોલ ઉપયોગ કરી શકાય છે. અને તેના નકારાત્મક અસરોથી કેવી રીતે બચી શકાય છે .
આ બાળકો દ્વારા આયોજિત વિશેષ કાર્યક્રમમાં નગર ના આગેવાનો, વિધાર્થીઓ વાલીઓ મોટી સંખ્યા માં જોડાયા હતા. બાળકોની આગવી અંદાજમાં રજૂ થયેલી મજા અને સંદેશવાળી શૈક્ષણિક યાત્રાનો અનુભવ લેવા અનેક લોકો એ હાજરી આપી હતી.આયોજક સંસ્થાના ૨૦ યુવાનો દ્વારા ૧ માસથી ૧૧૦ વિધાર્થીઓની સ્વયંસેવક તરીકે પસંદગી કરીને વિવિધ કમિટીઓ તૈયાર કરી જે-તે કમિટી માટે તેમના વિષયના અનુભવી નિષ્ણાંતો દ્વારા વિધાર્થીઓને માહિતી અને માર્ગદર્શન આપવામા આવ્યું હતું. જેમા મેનેજમેન્ટ, માર્કેટિંગ, ફાયનાન્સ, રજીસ્ટ્રેશન, ફુડ, મિડીયા, ગેલેરી સહીતની કમિટી બનાવીને કામની જવાબદારી સોપવામાં આવી હતી .