Hyderabad,તા.28
કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ (સીએસઆઇઆર)ના સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી (સીએમબી)ના વૈજ્ઞાનિકોએ કોશિકાઓની એક અનોખી ક્ષમતા શોધી કાઢી છે. અધ્યયનમાં બહાર આવ્યું છે કે, મૃત્યુના છેલ્લા ક્ષણોમાં રહેલાં કોષો પોતાને ફરીથી સક્રિય કરી શકે છે અને પેશીઓના સમારકામની પ્રક્રિયા શરૂ કરી શકે છે. વૈજ્ઞાનિકોની આ શોધ ચિકિત્સા જગતમાં એક નવી દિશા બતાવી રહી છે.
અનન્ય ક્ષમતા
‘પ્રોગ્રામ્ડ સેલ રિવાઇવલ’ તરીકે ઓળખાતી પ્રક્રિયા કોષોને ફરીથી જીવન આપવાની સ્થિતિમાં લઈ જાય છે. આ ક્ષમતા ઘા રૂઝવવામાં લોહીના સ્ટેમ સેલ્સના ઉત્પાદનમાં, દેડકાના ટેડપોલ્સમાં પૂંછડીની વૃદ્ધિ, ઉંદરની ચામડી પર ઘા રૂઝવવામાં જોવા મળી હતી.
વરદાનરૂપ બનશે
આ શોધ એ કલ્પનાને પડકાર આપે છે કે એકવાર કોષનું મૃત્યુ શરૂ થયાં પછી તેને રોકી શકાતું નથી. નિષ્ણાતો તેને વરદાન ગણાવી રહ્યાં છે.
કેન્સરનાં સંશોધન પર અસર
સંશોધનમાં ચેતવણી પણ આપવામાં આવી છે કે આ પ્રક્રિયા કેન્સરની સારવારને નબળી પાડી શકે છે. આનું કારણ એ છે કે કેન્સરની ઘણી દવાઓ એવા કોષો પર આધારિત હોય છે જે મૃત હોવાનું માનવામાં આવે છે, પરંતુ જો તે પુનજીર્વિત થશે અને સ્ટેમ જેવી લાક્ષણિકતાઓ પ્રાપ્ત કરે છે, તો ટ્યુમર વધુ જોખમી બની શકે છે.