Morbi,તા.20
લોકોના પ્રશ્નને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા કરાયો વિરોધ
મોરબી શહેરમાં એક જ વરસાદમાં રોડ રસ્તા તૂટી ગયા છે ઠેર ઠેર મસમોટા ગાબડા પડી જતા પ્રતિદિન વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે મોરબીમાં કોંગ્રેસ દ્વારા આજે અનોખો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં રોડ પરના ખાડામાં અગરબતી કરી ફૂલહાર કરીન શ્રીફળ વધેરવામાં આવ્યું હતું
મોરબી મહાનગરપાલિકા કચેરી નજીક સિવિલ હોસ્પીટલથી ભવાની બેકરી તરફ જતા રોડ પર મસમોટા ગાબડા જોવા મળે છે આ શહેરનો મુખ્ય માર્ગ છે અને વનવે હોવાથી પ્રતિદિન હજારો વાહનચાલકો અહીંથી પસાર થતા હોય છે પરંતુ રોડ પરના ગાબડાને કારણે નાગરિકોને હાલાકી સહન કરવી પડે છે ત્યારે આજે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિતના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો રોડ પરના ખાડાને અગરબતી કરી, ફૂલહાર કરી શ્રીફળ વધેરી વિરોધ નોંધાવ્યો હતો વિરોધ પ્રદર્શન અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકાએ ૧૪ કરોડનો ટેક્ષ નાગરિકો પાસેથી વસુલ્યો છે પરંતુ સુવિધાના નામે મીંડું છે થોડા વરસાદમાં જ મોરબીના રોડ રસ્તા તૂટી ગયા છે જેથી લોકોના પ્રશ્નોને વાચા આપવા આજે વિરોધ કર્યો હતો અને ભગવાન અધિકારીઓ અને સત્તાધીશોને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી