Gandhinagar, તા.7
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 209 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં ડોલવણમાં 6, સુબીર અને બારડોલી તાલુકામાં પાંચ-પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. અરબસાગરમાં કરંટ આવ્યો છે અને વરસાદી સિસ્ટમ બની છે. જે અંતર્ગત છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. જેમાં 209 તાલુકામાં વરસાદ વરસ્યો છે.
ગઈકાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ સુરત અને મધ્ય સુરતમાં ધોધમાર વરસસાદ વરસ્યો છે. વરસાદ પડતા લોકો ભારે હાલાકીમાં મુકાયા છે. ધંધા-રોજગાર પર જતા લોકોને ભારે અગવડતા પડી છે. ગઈકાલે 79 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ થયો હતો.
ગઈકાલે ડોલવણ તાલુકામાં 6.18 ઈંચ વરસાદ
સુબીર તાલુકામાં 5.28 ઈંચ વરસાદ, ભૂજ તાલુકામાં 5.0 ઈંચ વરસાદ, બારડોલી તાલુકામાં 4.92 ઈંચ વરસાદ, પલાસણા તાલુકામાં 4.45 ઈંચ વરસાદ, નખત્રાણા તાલુકામાં 4.4 ઈંચ વરસાદ, વલ્લભીપુર તાલુકામાં 4.21 ઈંચ વરસાદ, વ્યારા તાલુકામાં 3.90 ઈંચ વરસાદ, વાંસદા તાલુકામાં 3.54 ઈંચ વરસાદ, બાલાસિનોર તાલુકામાં 3.43 ઈંચ વરસાદ નોંધાયો હતો.
નવસારી તથા ઉપરવાસમાં ભારે વરસાદ
નવસારી તથા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં પુરની સ્થિતિને જોતા નવસારી શહેરી વિસ્તારની શાળાઓ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરાઈ છે.
જ્યારે જિલ્લાની અન્ય શાળાઓ અને આંગણવાડીઓમાં સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને લઈ રજા આપી શકાશે એવો નવસારી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.