Mehsana,તા.૭
મહેસાણાના ઉંઝામાં સંબંધો લજવતો બનાવ સામે આવ્યો છે. જેમાં સગા પિતાએ છૂટાછેડાની તકરારમાં અશોભનીય કૃત્ય આચર્યું હતું. જેમાં નરાધમ પિતાએ ૯ વર્ષ ની દીકરીના કપડાં ફાડી જઘન્ય અપરાધ કર્યો હતો. આરોપીને વર્ષ ૨૦૨૩થી પત્ની સાથે અણબનાવ ચાલે છે.
આ અંગે માનસિક ત્રાસ અને ઘરેલુ હિંસાની ફરિયાદ કરી હતી. પતિ વિનાજી ઠાકોર સામે ઉંઝા કોર્ટમાં દાવો ચાલી રહ્યો છે.બે મિત્રો સાથે આવેલા વિનાજી ઠાકોરે આ અશોભનીય કૃત્ય આચર્યું હતું.
જેને લઈને વિનાજી ઠાકોર અને તેના બે મિત્રો સામે ફરિયાદ દાખલ થઈ છે. એક માસ અગાઉ બનેલા આ બનાવમાં પોક્સો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.