Junagadh તા. ૮
ચોરવાડના કાણેક ગામ નજીક કોઈ અજાણ્યા કાર ચાલકે અજાણ્યા પુરુષને અડફેટે લઈ, મોત નીપજાવી નાસી જતા, મરણ જનાર પુરુષ કોણ છે ? તથા આ અકસ્માત સર્જનાર ફોર વ્હીલ અને તેના ચાલકની શોધખોળ અને તપાસ હાથ ધરી છે.
ચોરવાડાથી ૧ કી.મી. દુર કાણેક ગામ ભવાની માતાજીના મંદીર સામે અજાણ્યા ફોર વ્હીલના ચાલકે પોતાના કબ્જા હવાલાની ફોર વ્હીલ પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી રોડ પર ચાલીને જતા અજાણ્યા પુરૂષ ઈસમને હડફેટે લઈ ગંભીર ઇજા પહોંચાડી, અજાણ્યા પુરૂષનુ મોત નિપજાવી નાશી જઈ, ગુન્હો કર્યા અંગેની કાણેક ગામ ભવાની માતાજીના મંદીરના દીપકપુરી રતનપુરી ગૌસ્વામી એ અજાણ્યા ફોર વ્હીલના ચાલક સામે ચોરવાડ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
કાણેક ગામે અજાણ્યા કાર ચાલકે સર્જેલા અકસ્માતમાં અજાણ્યા પુરુષનું મોત થતા, મરણ જનાર પુરુષ કોણ છે ? તથા આ અકસ્માત સર્જનાર ફોર વ્હીલ અને તેના ચાલકની શોધખોળ અને તપાસ હાથ ધરી છે.