Jamnagar,તા.29
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામમાં રહેતી અને સફાઈ કામદાર તરીકે નોકરી કરતી રીંકલબેન ઉકાભાઇ ડાઠીયા નામની 25 વર્ષની અપરણિત યુવતી, કે જે લાલપુરના સરકારી દવાખાને સફાઈ કામ કરવા જવાના બહાને ગઈકાલે પોતાના ઘેરથી નીકળ્યા બાદ એકાએક લાપતા બની ગઈ હતી.
પરિવારજનો દ્વારા અનેક સ્થળે શોધખોળ કરી હતી, ઉપરાંત તેણીનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો, જેથી પરિવારજનો ભારે ચિંતામાં મુકાયા હતા. સગા સંબંધીઓ તેમજ અન્ય પરિચય વગેરેને પૂછી લીધા બાદ પણ તેનીનો કોઈ પતો સાંપડ્યો ન હતો.
આખરે મેઘપર-પડાણા પોલીસ મથકનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, અને ગુમ નોંધ કરાવાઈ હતી. જેને પડાણા પોલીસ સ્ટેશનની ટીમ શોધી રહી છે.