Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ

    June 16, 2025

    આજનું રાશિફળ

    June 16, 2025

    આજ નું પંચાંગ

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ
    • આજનું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • Nifty Futures bullish focus above 25202 points..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • Iran-Israel war ને કારણે પાકિસ્તાન માં ડીઝલ – પેટ્રોલના ભાવમાં વધારો, બલુચિસ્તાનમાં ૭૦ ટકા પેટ્રોલ પંપ બંધ
    • Star cricketer Nitish Rana પિતા બન્યા, પત્ની સાચીએ જોડિયા પુત્રોને જન્મ આપ્યો
    • Delhi માં બુલડોઝર કાર્યવાહી ચાલુઃ અશોક વિહારમાં ઘણી ઝૂંપડપટ્ટીઓ પર કાર્યવાહી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Indian stock market માં અભૂતપૂર્વ ઐતિહાસિક તેજી…!!
    વ્યાપાર

    Indian stock market માં અભૂતપૂર્વ ઐતિહાસિક તેજી…!!

    Vikram RavalBy Vikram RavalJuly 27, 2024No Comments12 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

    નાણા પ્રધાન નિર્મલા સીતારામને એનડીએ સરકારનું કૃષિ, ગ્રામીણ વિકાસ, યુવા વર્ગને રોજગારલક્ષી રજૂ કરેલા કેન્દ્રિય બજેટમાં અપેક્ષિત કેપિટલ ગેઈન ટેક્ષમાં વધારો અને ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફ એન્ડ ઓ) માં સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્ષ (એસટીટી)માં વધારો કરાતાં શેર બજારોમાં ઈન્ટ્રા-ડે સેન્સેક્સે ૧૨૭૮ પોઈન્ટ અને નિફટીએ ૪૩૫ પોઈન્ટના ઘટાળો જોવાયો બજેટના અન્ય પોઝિટીવ પાસા-જોગવાઈઓને લઈ અંતે વિકાસલક્ષી બજેટને આવકારી શોર્ટ કવરિંગ કર્યું હતું.શેરબજાર સળંગ પાંચમા દિવસે ઘટ્યા છે. સ્થાનિક સ્તરે બજેટમાં અપેક્ષાથી વિપરિત્ત જાહેરાતો બાદ વૈશ્વિક સ્તરે નેગેટિવ પરિબળોના કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો જોવા મળ્યો છે.

    કેન્દ્રીય બજેટ ૨૦૨૪માં તમામ ફાઈનાન્સિયલ અને નોન- ફાઈનાન્સિયલ એસેટ્‌સ પર લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ ૧૦% થી વધારી ૧૨.૫% કરવામાં આવ્યો છે, બીજી બાજુ અમુક એસેટ્‌સ પર શોર્ટ-ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ ૧૫% વધારી ૨૦% કરવામાં આવ્યો છે. કેપિટલ ગેઈન ટેક્સમાં વૃદ્ધિના કારણે શેરબજારમાં મોટાપાયે વોલેટિલિટી વધી છે.

    સપ્તાહના અંતે શુક્રવારે સેન્સેક્સ ૯૦૦ પોઈન્ટના ઉછાળા સાથે તેજી જોવા મળી હતી.જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૪૦૦ પોઈન્ટના ઉછાળો જોવા મળીયો હતો.

    વૈશ્વિક બજારોમાં અમેરિકા  પાછળ કડાકા અને  ચાઈનાએ સરપ્રાઈસ વ્યાજ દર ઘટાડો કરતાં વૈશ્વિક નરમાઈ સાથે ભારતીય શેર બજારોમાં ઈન્ડેક્સ બેઝડ નરમાઈ સતત આગળ વધી હતી.અમેરિકી બજારોમાં બુધવારે મોટાપાયે વેચવાલીનું પ્રેશર જોવા મળતાં નાસડેક ૨૦૨૪માં પ્રથમ વખત ૩.૬૪% થી વધુ તૂટ્યો હતો. જેના સથવારે એશિયાના લગભગ તમામ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્વિક સ્તરે ટેક્નોલોજી અને આઈટી સેગમેન્ટમાં અપેક્ષા કરતાં વધુ ખરાબ પરિણામો આવતાં તેમજ નેગેટિવ સમાચારના કારણે શેર્સમાં મોટો કડાકો નોંધાયો હતો. બીજી તરફ ભારતમાં પણ બજેટમાં કેપિટલ ગેઈન ટેક્સમાં પ્રસ્‌તાવિત વધારાની નેગેટિવ અસર જોવા મળી છે..

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

    વૈશ્વિક ક્રેડિટ રેટિંગ એજન્સીઓએ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે ભારતના બજેટ અને ખાધ ઘટાડવા સરકારની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી આવકારી છે.મૂડીઝ રેટિંગ્સે કહ્યું છે કે બજેટ ક્રેડિટપાત્રતા માટે સકારાત્મક છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સરકારનો મૂડી ખર્ચ કુલ ખર્ચના લગભગ ૨૩% છે, જો કે તે વ્યાજની ચૂકવણી પરના ૨૪% ખર્ચ કરતાં ઓછો છે.

    એકંદરે, બજેટ ક્રેડિટ પોઝિટિવ છે કારણ કે તે રાજકોષીય ખાધને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્‌ટ (જીડીપી) ના ૪.૯%ની આસપાસ રાખવાની ધારણા છે, જે વચગાળાના બજેટમાં જાહેર કરાયેલ જીડીપીના ૫.૧% કરતાં ઓછી છે.આ સાથે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ સુધીમાં જીડીપીના ૪.૫%ના ખાધના લક્ષ્યને હાંસલ કરવાનું સરકારનું લક્ષ્ય શક્ય જણાય છે.

    ફિચ રેટિંગ્સે જણાવ્યું હતું જાહેર નાણાંકીય મેટ્રિક્સ પર દેશની ક્રેડિટ પ્રોફાઇલ પ્રમાણમાં નબળી છે, જેમાં રાજકોષીય ખાધ, વ્યાજ-આવક ગુણોત્તર અને દેવાનો ગુણોત્તર હજુ પણ ઘણા દેશોની તુલનામાં ઊંચો છે. અમે ભારતના રેટિંગના અમારા ચાલુ મોનિટરિંગમાં એક મહત્વપૂર્ણ પરિબળ તરીકે મધ્યમ ગાળા માટે ક્રમિક ધોરણે દેવા પરના નાણાકીય દ્રષ્ટિકોણની અસરનું મૂલ્યાંકન કરવાનું ચાલુ રાખીશું.

    મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં સ્થાનિક

    તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા….

    સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જાન્યુઆરી ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૬૭૪૩.૬૩ કરોડની ખરીદી, ફેબ્રુઆરી ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૫૩૭૯.૩૦ કરોડની ખરીદી, માર્ચ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૬,૩૧૧.૬૦ કરોડની ખરીદી,એપ્રિલ ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૪૪૧૮૬.૨૮ કરોડની ખરીદી, મેં ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૫૭૩૩.૦૪ કરોડની ખરીદી, જુન ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૨૮૬૩૩.૧૫ કરોડની ખરીદી,તેમજ ૨૫ જુલાઈ ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૬૧૧૪.૫૬ કરોડની ખરીદી કરવામાં આવી હતી.

    જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જાન્યુઆરી ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૫,૯૭૭.૮૭ કરોડની વેચવાલી, ફેબ્રુઆરી ૨૦૨૪માં અંદાજીત રૂ.૧૫૯૬૨.૭૨ કરોડની વેચવાલી, માર્ચ ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૩૧૪.૪૭ કરોડની ખરીદી તેમજ એપ્રિલ ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૩૫૬૯૨.૧૯ કરોડની વેચવાલી, મેં ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૨૨૧૪.૨૮ કરોડની વેચવાલી,જુન ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૨૦૩૭.૪૭ કરોડની ખરીદી,તેમજ ૨૫ જુલાઈ ૨૦૨૪ સુધીમાં અંદાજીત રૂ.૧૪૩૯૬.૯૯ કરોડની ખરીદી કરવામાં આવી હતી.

    બજારની ભાવિ દિશા…

    મિત્રો, સપ્તાહના અંતે સ્થાનિક અને વૈશ્વિક સ્તરે પોઝિટિવ પરિબળો પ્રથમ ત્રિમાસિકના મજબૂત પરિણામોના કારણે તેજી જોવા મળી હતી.આ ઉપરાંત દેશભરમાં ચોમાસુ ઝડપથી આગળ વધી રહ્યું હોવાના અહેવાલોને જોતાં આગામી સમયમાં કૃષિ ક્ષેત્રે વૃદ્ધિ થવાની સાથે ગ્રામીણ અર્થંતંત્ર પણ ધમધમતુ થવાની ગણતરી મુકાઈ રહી છે.

    વર્તમાન નાણાં વર્ષના અંતે રાજકોષિય ખાધના અંદાજમાં ઘટાડો અને રાજકોષિય શિસ્તતા નાણાં વર્ષ ૨૦૨૫-૨૬માં ભારતના રેટિંગ અપગ્રેડ માટેનો માર્ગ મોકળો કરશે. રિઝર્વ બેન્કના ઊંચા ડિવિડન્ડ રાજકોષિય મોરચે મોટી રાહત બની રહી હોવાનું માનવામાં આવે છે.રાજકોષિય શિસ્તતાની કટિબદ્ધતા આગળ જતા ભારતના રેટિંગ અપગ્રેડની શકયતાઓ વધારશે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની ભારતીય શેર બજારોમાં સતત ચાલી રહેલી ખરીદી સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)ની શેરોમાં વિક્રમી તેજી સાથે નફારૂપી વેચવાલીના પરિણામે અત્યારે સ્મોલ, મિડ કેપ શેરોમાં મોટું કરેકશન જોવાઈ રહ્યું છે.

    ચોમાસાની સારી પ્રગતિના પોઝિટીવ પરિબળ અને કોર્પોરેટ પરિણામો એકંદર અપેક્ષાથી સારા આવી રહ્યા હોવા સામે હવે નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા રજૂ થનારા કેન્દ્રિય બજેટ બાદ સાવચેતીમાં ઓવરવેલ્‌યુએશનની તેજીને વિરામ મળતો જોવાઈ શકે છે.નાણા વર્ષ ૨૦૨૪-૨૫ માટેના પૂર્ણ કેન્દ્રિય બજેટની રજૂઆત બાદ આગામી દિવસોમાં શેર બજારોમાં મોટી ઉથલપાથલ જોવાઈ શકે છે.પોસ્ટ બજેટ ચર્ચાને કારણે બજારમાં વધઘટ થવાની સંભાવના છે.શેરબજાર કોન્સોલિડેશન તબક્કામાં ટ્રેડ થઈ રહ્યું છે.બજારમાં ફરી કરેકશનનો દોર બતાવશે તેવી સંભાવના છે.જેથી નવી મોટી ખરીદીમાં આગામી દિવસોમાં સાવચેતી રાખવી જરૂરી રહેશે અલબત હાલ તુરત બજારની આગામી ચાલ તરીકે પ્રમુખ પરિબળ બજેટની જોગવાઈની બજાર પર અસર અને ચોમાસાની પ્રગતિ રહેશે.

    બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરૂં ને..!!!

    ફયુચર રોકાણ

    (૧) ગોદરેજ કન્ઝયુમર (૧૪૭૦) : ટેકનિકલ ચાર્ટ મુજબ  આ ફયુચર સ્ટોક રૂા.૧૪૩૦ ના પ્રથમ સપોર્ટથી ખરીદવાલાયક…!! પર્સનલ કેર સેકટરનો આ સ્ટોક રૂા.૧૪૯૪ થી રૂા.૧૫૦૮ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

    (ર) લુપિન લિમિટેડ (૧૮૫૭) : આ સ્ટોક રૂા.૧૮૨૩ નો પ્રથમ અને રૂા.૧૮૦૮ નો બીજો  અતિ  મહત્વનો સપોર્ટ ધરાવે છે…!! ફયુચર ટ્રેંડિગ સંદર્ભે મધ્યમગાળે રૂા.૧૮૭૮ થી રૂા.૧૮૯૦ નો ભાવ દર્શાવે તેવી શકયતા છે…!!

    (૩) સિપ્લા લિમિટેડ (૧૫૮૩) : ૬૫૦ શેરનું  ફયુચર ધરાવતો આ સ્ટોક રૂા.  ૧૫૬૦ નો પ્રથમ તેમજ રૂા.૧૫૨૫ ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક…!! ફાર્મા સેકટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડિંગલક્ષી રૂા.૧૫૯૬ થી રૂા. ૧૬૦૬ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

    (૪) લાર્સન એન્ડ ટુબ્રો (૩૭૧૮) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૩૭૭૦ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂા.૩૮૦૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂા. ૩૬૮૦ થી રૂા.૩૬૫૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા. ૩૮૩૦ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ…!!

    (પ) ટાઇટન કંપની (૩૫૦૨) : રૂા.૩૫૮૮ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતો આ સ્ટોક રૂા.૩૬૦૬ ના સ્ટોપલોસે વેચાણલાયક…!! ટૂંકાગાળે રૂા.૩૪૬૦ થી રૂા.૩૩૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૩૬૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!

    (૬) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (૩૦૨૬) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૩૦૮૮ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂા.૩૧૦૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂા. ૨૯૮૮ થી રૂા.૨૯૨૯ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૩૧૩૧ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ…!!

    હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક મુવમેન્ટ

    (૧) એનએલસી ઇન્ડિયા (૨૭૪) : અ ગુ્રપની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂા.૨૬૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂા.૨૫૦ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂા.૨૯૭ થી રૂા.૩૦૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!! રૂા.૩૧૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!

    (૨) અશોક બિલ્ડકોન (૨૫૦) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૨૩૩ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ..!! રૂા.૨૧૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂા.૨૬૭ થી રૂા.૨૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

    (૩) મેંગ્લોર રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ (૨૦૮) : રૂા.૧૯૪ નો પ્રથમ તેમજ રૂા.૧૮૮ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેંડિગલક્ષી આ સ્ટોક રૂા.૨૩૩ થી રૂા.૨૪૦ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!

    (૪) ઇલેકટ્રોસ્ટીલ કાસ્ટિંગ્સ (૨૦૮) : આર્યન એન્ડ સ્ટીલ પ્રોડકટસ સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે માટે ટ્રેંડિગલક્ષી રૂા.૨૨૩ થી રૂા.૨૩૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂા.૧૯૬નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

    (૫) રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રકચર (૧૮૮) : રૂા.૧૭૩નો પ્રથમ તેમજ રૂા.૧૬૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી ઇન્ટ્રિગ્રેટેડ પાવર યુટિલીટીઝ સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂા. ૨૦૩ થી રૂા.૨૧૨ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

    (૬) ડિશમેન કાર્બોજીન (૧૬૦) : સ્થાનિક ફંડોની લેવાલીની શકયતાએ આ સ્ટોકમાં રૂા.૧૪૭ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂા.૧૮૩ થી રૂા.૧૯૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

    (૭) આઇનોકસ વિન્ડ (૧૬૦) : આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂા.૧૪૪ નો સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂા.૧૮૪ થી રૂા.૧૯૦ ના સંભવિત ભાવની શકયતા છે…!!

    (૮) સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (૧૪૦) : ટેકનિકલ ચાર્ટ મુજબ આયર્ન એન્ડ સ્ટીલ સેકટરનો આ સ્ટોક રૂા.૧૩૩ આસપાસ રોકાણકારે રૂા.૧૫૪ થી રૂા.૧૬૦ ના ટાર્ગેટ ભાવની શકયતાએ તબકકાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂા.૧૨૭ સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

    સ્મોલ સેવિંગ્ઝ સ્ક્રીપો

    (૧)જીએચસીએલ ટેકસટાઇલ (૯૦) : અધર ટેકસટાઇલ પ્રોડકટસ સેકટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂા.૧૦૮ થી રૂા. ૧૧૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂા.૮૩ ના સ્ટોપલોસે ધ્યાનમાં લેવો…!!

    (૨) નેટવર્ક ૧૮ મીડિયા (૮૦) : ડિલેવરીબેઇઝ રોકાણકારે  મીડિયા એન્ડ એન્ટરટેઇનમેન્ટ સેકટરના આ સ્ટોકને રૂા.૭૩ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેંડિગ સંદર્ભે રૂા.૯૭ થી રૂા.૧૦૮ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે..!!

    (૩) ખૈતાન (ઈન્ડિયા) લિ. (૭૭) :  ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂા. ૭૦ નો પ્રથમ તેમજ રૂા.૬૫ ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક…!! કન્ઝયુમર ઇલેકટ્રોનિકસ સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૮૮ થી રૂા.૯૭ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

    (૪)  એડલવિસ ફાઇનાન્સિયલ (૬૦) : રૂા.૫૩ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક  મધ્યમગાળે રૂા.૭૩ થી રૂા.૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૮૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!

    રાજકોષિય ખાધમાં ઘટાડાના અંદાજથી ભારતના રેટિંગ અપગ્રેડની શકયતા…!!!

    વર્તમાન નાણાં વર્ષના અંતે રાજકોષિય ખાધના અંદાજમાં ઘટાડો અને રાજકોષિય શિસ્તતા નાણાં વર્ષ ૨૦૨૫-૨૬માં ભારતના રેટિંગ અપગ્રેડ માટેનો માર્ગ મોકળો કરશે. રિઝર્વ બેન્કના ઊંચા ડિવિડન્ડ રાજકોષિય મોરચે મોટી રાહત બની રહી હોવાનું માનવામાં આવે છે.  રાજકોષિય શિસ્તતાની કટિબદ્ધતા આગળ જતા ભારતના રેટિંગ અપગ્રેડની શકયતાઓ વધારશે એમ કોટક મહિન્દ્રા એએમસીના દીપક અગ્રવાલે  જણાવ્યું હતું.

    ભારતના રેટિંગ આઉટલુક માટે આ  પોઝિટિવ છે એમ એચડીએફસી બેન્ક ખાતેના એક ઈકોનોમિસ્ટ સાક્ષી ગુપ્તાએ જણાવ્યું હતું. ભારતને તેના ઊંચા રેટિંગ સાથેના હરિફ દેશોની નજીક લઈ જવા રાજકોષિય દેવામાં મધ્યમ ગાળે સ્થિર ઘટાડો મધ્યમ ગાળે રેટિંગ અપગ્રેડની તકો વધારનારો બની રહેશે.

    રેટિંગ અપગ્રેડ માટે વૈશ્વિક બોન્ડ ઈન્ડેકસમાં સમાવેશ પૂરતો નથી. આ માટે ભારતે તેના રાજકોષિય ગણિતો સુધારવા પડશે એમ મૂડી’સ  દ્વારા અગાઉ જણાવાયું હતું. રાજકોષિય ખાધ ઘટાડી જીડીપીના ૪.૫૦ ટકા લાવવાના ભારતના ટાર્ગેટને ધ્યાનમાં રાખતા નાણાં વર્ષ ૨૦૨૬માં રેટિંગમાં અપગ્રેડ શકય જણાઈ રહ્યું છે, એમ આઈડીએફસી ફર્સ્ટ બેન્કે જણાવ્યું હતું.

    વર્તમાન નાણાં વર્ષ માટે રાજકોષિય ખાધનો અંદાજ નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ઘટાડી ૪.૯૦ ટકા કર્યો છે જે વચગાળાના બજેટમાં ૫.૧૦ ટકા મુકાયો હતો. ગયા નાણાં વર્ષમાં ૫.૮૦ ટકાના સુધારિત અંદાજની સરખામણીએ આ એક મોટો ઘટાડો છે.

    નાણાં વર્ષ ૨૦૨૫-૨૬માં તો રાજકોષિય ખાધ વધુ ઘટી ૪.૫૦ ટકા રહેવાનો અંદાજ છે. કોરોનાને કારણે નાણાં વર્ષ ૨૦૨૦-૨૧માં ખાધ વધીને ૯.૨૦ ટકા પહોંચી ગઈ હતી જે ઘટાડવા સરકાર સતત પ્રયત્નો કરી રહી છે.

    રિઝર્વ બેન્ક દ્વારા નાણાં વર્ષ ૨૦૨૩-૨૪ માટે સરકારને રૂપિયા ૨.૧૧ લાખ કરોડના ડિવિડન્ડની ચૂકવણીથી ખાધમાં ઘટાડો થવામાં મદદ મળી છે.  જે સરકારના અંદાજ કરતા બમણી છે.રિઝર્વ બેન્ક તરફથી સરકારને આટલી જંગી માત્રામાં ડિવિડન્ડની ચૂકવણી રાજકોષિય મોરચે મોટી રાહત સાબિત થઈ.

    જુલાઈમાં ઓર્ડર્સમાં વધારો થતા બિઝનેસ કોન્ફિડેન્સમાં વધારો થયો…!!!

    ઉત્પાદન તથા સેવા ક્ષેત્ર બન્નેમાં વેપાર  કામકાજમાં વધારાને પરિણામે દેશમાં જુલાઈ મહિનામાં આર્થિક પ્રવૃત્તિમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. પ્રારંભિક અંદાજ પ્રમાણે જુલાઈનો સેવા ક્ષેત્રનો એચએસબીસી પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) જૂનમાં ૬૦.૫૦ની સરખામણીએ વધી ૬૧.૧૦ રહ્યો છે જ્યારે ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ ૫૮.૩૦ પરથી વધી ૫૮.૫૦ રહ્યાનું એચએસબીસી ના સર્વે રિપોર્ટમાં જણાવાયું છે. ઉત્પાદન તથા સેવા ક્ષેત્રનો પ્રારંભિક સંયુકત પીએમઆઈ ૬૦.૯૦થી વધી ૬૧.૪૦ રહ્યો છે. ઈન્ડેકસમાં વેપાર પ્રવૃત્તિના અંદાજ દર્શાવાયા છે અને જુલાઈમાં બિઝનેસ કોન્ફિડેન્સમાં વધારો થયાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. ૫૦થી ઉપરના ઈન્ડેકસને જે તે ક્ષેત્રનું વિસ્તરણ ગણવામાં આવે છે. સેવા ક્ષેત્રનો ઈન્ડેકસ તેની લાંબા ગાળાની સરેરાશ કરતા ઊંચો રહ્યો છે. જૂનની સરખામણીએ જુલાઈમાં કંપનીઓ વધુ આશાવાદી બની છે. વિશ્વમાં ભારત ઝડપથી વિકસતું અર્થતંત્ર બની રહ્યું છે અને ગયા નાણાં વર્ષમાં આઠ ટકાથી વધુનો આર્થિક વિકાસ દર હાંસલ કર્યો છે. વર્તમાન નાણાં વર્ષમાં આર્થિક વિકાસ દર ૭.૨૦ ટકા રહેવા રિઝર્વ બેન્કે ધારણાં મૂકી છે.આર્થિક સર્વેમાં ૬.૫૦થી ૭ ટકાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. જુલાઈમાં ખાનગી ક્ષેત્રની કંપનીઓને ઓર્ડર્સમાં  પણ વધારો જોવા મળ્યો છે. ઉત્પાદન ક્ષેત્રમાં રોજગારમાં વધારો થયાના પણ પ્રારંભિક રિપોર્ટમાં સંકેત મળી રહ્યા છે. કર્મચારીઓની ભરતીનો આંક ૧૮ વર્ષની ઊંચી સપાટીએ જોવા મળી રહ્યો છે. કાચા માલના ખર્ચમાં વધારાએ ફુગાવાજન્ય દબાણ ઊભું કર્યું છે.

    અદાણી એનર્જી સોલ્યુશન્સે Q1 માં ચોખ્ખા નફામાં ૭૩ ટકા વૃદ્ધિ નોંધાવી, આવકમાં ૪૩ ટકાનો વધારો…!!!

    અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (AESL) એ ગુરુવારે એપ્રિલ-જૂન ક્વાર્ટર માટે મજબૂત પરિણામો દર્શાવ્યા હતા, કારણ કે ઓપરેશનલ રેવન્યુ ૪૭ ટકા વધીને રૂ. ૫,૩૭૯ કરોડ (વર્ષ-દર-વર્ષ) થઈ હતી જ્યારે ટેક્સ પછીનો એડજસ્ટેડ પ્રોફિટ (PAT) રૂ. ૩૧૫ કરોડ પર પહોંચ્યો હતો. પ્રભાવશાળી ૭૩ ટકા. ઓપરેશનલ EBITDA રૂ. ૧,૬૨૮ કરોડ પર હતું, જે વાર્ષિક ધોરણે ૨૯.૭ ટકા વધારે હતું, એમ અદાણી ગ્રુપ કંપનીએ જણાવ્યું હતું.કંપનીના પુસ્તકોમાંથી અને ભારતીય એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ (ઈંગઉ અજ) ૧૦૫ અનુસાર દહાણુ પાવર પ્લાન્ટની કોતરણીને કારણે, અઊજક એ રૂ. ૧,૫૦૬ કરોડની એક જ અપવાદ આઇટમનો અહેવાલ આપ્યો છે. આ અપવાદ આઇટમ માટે સમાયોજિત કરીને, કંપનીની આવક વાર્ષિક ધોરણે ૪૭ ટકા, ઙઅઝ વાર્ષિક ધોરણે ૭૩ ટકા અને EBITDA વાર્ષિક ધોરણે ૩૦ ટકા વધી હતી. કંપની તેના વ્યાપક પર્યાવરણીય લક્ષ્યોને પૂર્ણ કરવા માટે દહાણુ પાવર પ્લાન્ટનું નિર્માણ કરી રહી છે, જેમાં ૨૦૫૦ સુધીમાં ચોખ્ખી શૂન્ય સ્થિતિ પ્રાપ્ત કરવાનો સમાવેશ થાય છે.આ પગલાથી ESG-કેન્દ્રિત રોકાણકારોના નવા સમૂહને આકર્ષવાની અપેક્ષા છે કે જેઓ અગાઉ દહાણુ પાવર પ્લાન્ટ અઊજકના પોર્ટફોલિયોનો ભાગ હોવાને કારણે અવરોધિત હતા. AESLતેના AESL અને MUL ના વિતરણ ક્ષેત્રોમાં મજબૂત ઉર્જા માંગ વૃદ્ધિ સાથે નવી લાઈનો શરૂ કરવા સાથે અડગ રહે છે. અદાણી એનર્જી સોલ્યુશન્સના એમડી અનિલ સરદાનાએ જણાવ્યું હતું કે, અમે મુંબઈમાં ૩૭ ટકા રિન્યુએબલ પાવર પેનિટ્રેશન દ્વારા મુંબઈમાં પાવર ડિસ્ટ્રિબ્યુશનના ડીકાર્બોનાઇઝેશનમાં ફાળો આપી રહ્યા છીએ.નવી કાર્યરત ટ્રાન્સમિશન અસ્કયામતોના યોગદાન, નિર્માણાધીન પ્રોજેક્‌ટ્‌સમાં લાઇન એડિશન અને મુંબઈ અને મુન્દ્રા ખાતે વિતરણ વ્યવસાયમાં વધુ ઉર્જા વપરાશને કારણે વેચવામાં આવેલા એકમોમાં વધારો અને સ્માર્ટ મીટરિંગના યોગદાનને કારણે આવકમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી હતી.

    ધિરાણ માટે નવું મોડેલ MSME માટે પોઝિટિવ બની રહેવા અપેક્ષા…!!!

    માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝિસ (એમએસએમઈ)ને ધિરાણ માટે બજેટમાં નવા એસેસમેન્ટ મોડેલની રજૂઆત આ ક્ષેત્ર માટે પોઝિટિવ માનવામાં આવી રહી છે. નાણાં પ્રધાનની દરખાસ્ત નાના ઉદ્યોગ ગૃહને ધિરાણ પૂરા પાડવામાં  બેન્કોના અભિગમમા બદલાવ લાવશે. બજેટ દરખાસ્ત  પ્રમાણે જાહેર ક્ષેત્રની બેન્કો  નાના ઉદ્યોગોને ધિરાણ પૂરા પાડવા એસેસમેન્ટ માટે બહારી સંસ્થાઓ પર આધાર રાખવાને બદલે પોતાની જ ઈન-હાઉસ ક્ષમતા ઊભી કરશે. આ મોડેલને કારણે ધિરાણ પાત્રતાના મૂલ્યાંક માટેની પરંપરાગત આકારણી વ્યવસ્થાને ગતિ મળશે એવુ એમએસએમઈ ક્ષેત્રના હિસ્સેદારો માની રહ્યા છે. પરંપરાગત આકારણી પદ્ધતિ એસેટ અથવા ટર્નઓવર ધોરણ પર આધાર રાખે છે. આ અભિગમ એમએસએમઈને મદદરૂપ થઈ પડશે. ધિરાણ મેળવવા એમએસએમઈએ અનેક પડકારોનો સામનો કરવો પડે છે. હવે એમએસએમઈના ડિજિટલ વિકાસના આધારે  નવા ધિરાણ એસેસમેન્ટ મોડેલ વિકસાવવા જાહેર ક્ષેત્રની બેન્કો આગેવાની લેશે. નાણાં પ્રધાનની દરખાસ્ત નાના વેપાર ગૃહોને ધિરાણ પૂરા પાડવામાં બેન્કોના અભિગમમાં નોંધપાત્ર બદલાવ જોવા મળશે એમ આ ક્ષેત્રના એક નિષ્ણાતે જણાવ્યું હતું. નાના ઉદ્યોગોને ધિરાણ પૂરા પાડવા બેન્કો અત્યારસુધી એસેસમેન્ટ માટે બહારી એજન્સીઓ અને કંપનીઓ દ્વારા પૂરા પડાતા પ્રોજેકટ રિપોર્ટસ પર વધુ પડતો આધાર રાખતી આવી છે. આ અભિગમને તેની મર્યાદાઓ રહેલી છે જેને કારણે કેટલાક કિસ્સામાં અન્ડર-ફાઈનાન્સિંગ અથવા ઓવર-ફાઈનાનિં્‌સગ પણ જોવાયા હોવાનું એક બેન્કરે જણાવ્યું હતું.  બહારી એસેસેમેન્ટમાં એમએસએમઈને લોન્સ મેળવવાનું કઠીન બની રહેતું હતું. આ નવી દરખાસ્ત દ્વારા સરકારે ટેકનોલોજી આધારિત સોલ્યુશન્સ ધિરાણ પૂરા પાડવા માટે શ્રેષ્ઠ વ્યવસ્થા હોવાનો સ્વીકાર કર્યો છે, એમ એક એનબીએફસીના સ્થાપકે જણાવ્યું હતું.

     

    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Nifty Futures bullish focus above 25202 points..!!!

    June 16, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 16, 2025
    વ્યાપાર

    વૈશ્વિક Stock Market ના સથવારે માર્કેટમાં ઉછાળો, સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    Israel-Iran war,અદાણી ગ્રુપ સંચાલિત હાઈફાપોર્ટને નિશાન બનાવ્યું છતાં ‘સબ સલામત’

    June 16, 2025
    રાષ્ટ્રીય

    Crude oil ની કિંમત 20 વર્ષનો રેકોર્ડ તોડી શકે; – તો મોંઘવારી બેકાબુ થશે

    June 16, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ

    June 16, 2025

    આજનું રાશિફળ

    June 16, 2025

    આજ નું પંચાંગ

    June 16, 2025

    Nifty Futures bullish focus above 25202 points..!!!

    June 16, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 16, 2025

    Iran-Israel war ને કારણે પાકિસ્તાન માં ડીઝલ – પેટ્રોલના ભાવમાં વધારો, બલુચિસ્તાનમાં ૭૦ ટકા પેટ્રોલ પંપ બંધ

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ

    June 16, 2025

    આજનું રાશિફળ

    June 16, 2025

    આજ નું પંચાંગ

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.