આગ્રા ખાતે મુલાકાત થયાં બાદ વિશ્વાસ કેળવ્યો : બાદમાં 10 કિલો ચાંદીના દાગીના મેળવી પૈસા નહિ ચૂકવતા બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ
Rajkot,તા.11
શહેરના રણછોડનગરમાં રહેતા વેપારી સાથે યુપીના શખ્સે ઠગાઈ આચરી લીધાનો બનાવ સામે આવ્યો છે. ચાંદીના દાગીના બનાવી વેચાણ કરતા વેપારી આગ્રા ગયાં હતા ત્યારે ગૌરવ ગોયલ નામના શખ્સનો સંપર્ક થયો હતો. બાદમાં પરિચય આગળ વધતા ધંધાકીય સંબંધ કેળવી લીધા બાદ 10 કિલો ચાંદીના દાગીનાનો ઓર્ડર આપી, દાગીના મેળવી લીધા બાદ રૂ. 9.59 લાખનો ધુંબો મારી દેતા અંતે બી ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાયો છે.
મામલામાં રણછોડનગર શેરી નંબર -4માં રહેતા દીલીપભાઈ નાનજીભાઈ ગજેરા (ઉ.વ-૫૦)એ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પેઢી ખાતે હું તથા મારા મોટા ભાઇ દેવેન્દ્રભાઇ નાનજી ભાઈ ગજેરા બેસીએ છીએ.ઉત્તરપ્રદેશ ખાતે ગયેલ હતો. જયાં મારી ઓળખાણ ગૌરવ રાજકુમાર ગોયલ સાથે થયેલ હતી અને તેણે મને જણાવેલ કે હું પણ ચાંદીના દાગીના ખરીદી કરી વેચાણ કરવાની પેઢી ૧૭/૬૧ કુચા લાહોરી માય સેવકા બાજાર, આગરા ખાતે આવેલ છે. સૌપ્રથમ બે વખત ચાંદીના દાગીના મોકલી આપવા ફોનથી ઓર્ડર પ્રમાણે આપેલ હતો અને મે તેમના ઓર્ડર પ્રમાણે તેમને ચાંદીના દાગીના મોકલી આપેલ હતો તેમજ તેના પૈસા મને મારી અંબીકા એલોય નામની પેઢીના એકાઉન્ટમાં મોકલી આપેલ હતા. ત્યારબાદ ગઈ તા. ૦૪/૦૬/૨૦૨૪ ના રોજ સાંજના પાંચેક વાગે ગૌરવ રાજકુમાર ગોયલએ મને ફોન કરી ૧૧ કીલો ચાંદીના દાગીના બનાવી તા.૦૭/૦૧/૨૦૧૪ ના રોજ મોકલી આપવાનો ઓર્ડર આપેલ હતી, જેથી મે તેમના ઓર્ડર પ્રમાણે કુલ ૧૦,૧૨૮ કીલોગ્રામ ચાંદીના તૈયાર દાગીના જેની કિંમત રૂ.૯,૫૯,૭૨૯ના મારી અંબીકા એલોય પેઢીના બીલથી તેમની યુ.પી. એનાલેબ પેઢી ખાતે રાજકોટ સાંઈનાથ કુરીયરથી મોકલી આપેલ હતા. તેમજ તેમણે તે હાબી ના તા.૫૦/૦૬/૨૦૨૪ ના રોજ આગરા સાંઈનાય કુરીયરથી મેળવી લીધેલ હતો, જે ચાંદીના દીગીના મળી ગયા બાબત ની સાંઇનાથ કુરીયર આગરાની રસીદમાં ગૌરવે સહી કરી સ્વીકારેલ છે.
બાદમાં ગૌરવ રાજકુમાર ગોયલ પાસે રૂ.૯,૫૯,૭૨૯ ની વારંવાર માંગણી કરવા છતાં તે અમારા રૂપીયા આપી દઈશ તેવા વાયદા કરતાં હતાં પરંતુ આજદીન સુધી અમોને અમારા રૂપીયા પરંત આપેલ ન હોય અંતે વેપારીએ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.