New Delhi તા.2
આગામી 16 જૂન 2025થી આપનું યુપીઆઈ ટ્રાન્જેકશન (ડેબીટ-ક્રેડીટ) માત્ર 15 સેકન્ડમાં થઈ જશે. હાલ તેમાં 30 સેકન્ડ લાગે છે. નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા (એનપીસીઆઈ)એ યુપીઆઈના કામકાજમાં રિસ્પોન્સ ટાઈમ ઘટાડવાનો આદેશ આપ્યો છે. રિસ્પોન્સ ટાઈમ અર્થાત ટ્રાન્જેકશન શરૂ થવાથી લઈને પુરું થવામાં લાગતો સમય.
આ ઉપરાંત ટ્રાન્જેકશનનું સ્ટેટસ ચેક કરવા કે પૈસા પરત લેવા પણ 75 ટકા સુધી ઝડપી થઈ જશે. હવે સવાલ ઉઠે છે કે આ નવો નિયમ આપતા યુપીઆઈ એકસપિરિયન્સને કેવી રીતે બદલી દેશે અને શું એથી યુપીઆઈમાં કોઈ મુશ્કેલીઓ આવશે?
કેવી રીતે કામ કરશે સિસ્ટમ
માની લો કે આપ કોઈ દુકાને ગયા અને 500 રૂપિયાનો સામાન ખરીદયો. આપે આઈસીઆઈસીઆઈ બેન્કના આઈમોબાઈલ એપથી કયુઆર કોડ સ્કેન કરીને પેમેન્ટ કર્યું. તે કયુઆર કોડ એચડીએફસી બેન્ક સાથે જોડાયેલો છે તો આઈસીઆઈસીઆઈ બેન્ક પેમેન્ટની રિકવેસ્ટ જનરેટ કરશે, જે એનપીસીઆઈ નેટવર્કથી એચડીએફસી બેન્કમાં જશે.
પેમેન્ટ થયું કે નહી તે જોઈને એચડીએફસી બેન્ક રિસ્પોન્સ મોકલશે. તે ફરીથી એનપીસીઆઈ નેટવર્કથી આઈસીઆઈસીઆઈ બેન્કમાં આવશે. આ પ્રક્રિયામાં પહેલા 30 સેકન્ડ લાગતી હતી. હવે 16 જૂનથી આ પ્રોસેસ માત્ર 15 સેકન્ડમાં પુરી થઈ જશે.
નિષ્ણાંતો કહે છે કે આનાથી માત્ર ટ્રાન્જેકશનનો સમય જ નહીં ઘટે, બલકે સ્ટેટસ ચેક કરવામાં પણ ઘણો ફરક પડશે. નવા નિયમોમાં કહેવામાં આવ્યું છે કે ટ્રાન્જેકશન શરૂ થવા કે વેરીફાઈ થવામાં 90 સેકન્ડ બાદ પીએસપી બેન્ક/અકવાયરીંગ બેન્ક પહીમ વાર સ્ટેટસ ચેક કરી શકતા હતા, હવે તે 45થી60 સેકન્ડનું થઈ ગયું છે.