New Delhi તા.8
દેશભરમાં ગઈકાલે યુપીઆઈ સેવામાં મોટી ટેકનિકલ ખામી પેદા થઈ હતી. જેના કારણે યુઝર્સને લેવડ-દેવડમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. આ વર્ષે આવું ચોથી વાર થયું છે. જયારે યુપીઆઈમાં આવી સમસ્યા પેદા થઈ હોય.
જાણવા મળતી વિગત મુજબ ગઈકાલે સાંજે મોટી સંખ્યામાં લોકોએ ગુગલ પે, ફોન પે, પેટીએમ અને અન્ય મુખ્ય પેમેન્ટ એપ પર યુપીઆઈ લેવડ-દેવડ પુરૂ નહીં થવાની ફરીયાદો કરી હતી.
રાત્રે 8-30 વાગ્યા સુધીમાં ડાઉન ડિટેકટર વેબસાઈટ પર 2147 ફરિયાદો નોંધાઈ હતી, જેમાં 80 ટકા પેમેન્ટ સાથે સંકળાયેલી હતી.