Amreli,તા.તા.24
દેશનાં લોકપ્રિય ટીવી શો “કોન બનેગા કરોડપતિ’નાં મંચ ઉપર અમરેલી તાલુકાના દેવરાજીયા ગામનાં વતની અને હાલ લાઠી તાલુકાનાં અકાળા ગામમાં આવેલ હાઈસ્કૂલમાં ગણિત વિજ્ઞાનના શિક્ષિક તરીકે ફરજ બજાવતા ઉર્મિલાબેન જેબલીયા ગઇકાલે રાત્રે સોની ટી.વી. ઉપરથી પ્રસારિત થતી ટીવી શો “કોન બનેગા કરોડપતિ’નાં ચમક્યા હતાં. જેથી સમગ્ર જિલ્લાનું તેમણે ગૌરવ વધાર્યું છે.
દેશનાં લોકપ્રિય ટીવી શો “કોન બનેગા કરોડપતિ’નાં મેગા સ્ટાર અમિતાભ બચ્ચનનાં મુખેથી પણ અવાર નવાર અમરેલીના નામનો ઉલ્લેખ થયો હતો. લાઠી તાલુકાના અકાળા ગામની સરકારી હાઇસ્કૂલનાં શિક્ષિકા ઉર્મિલાબેન જેબલીયા ઘણાં વર્ષોની મહેનત બાદ મેગા શો ‘કોન બનેગા કરોડપતિ’નાં મંચ પર સિલેકટ થયા હતાં. અને તેઓ આ કાર્યક્રમમાં મેગાસ્ટારનાં ૧૧ જેટલાં આકરા સવાલોનાં જવાબ આપી રૂપિયા ૭.૯ લાખ રૂપિયા રોકડા તથા કલ્યાણ જ્વેલર્સ તથા ગોવરધન ઘી તરફથી એક વર્ષ સુધીનો ભંડાર પણ ઇનામ પેટે મેળવ્યો હતો.
ઉર્મિલાબેન જેબલિયાએ અમારા પ્રતિનિધિ મિલાપ રૂપારેલ સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવાયું હતું કે, તેઓએ પ્રાથમિક શિક્ષણ અમરેલી તાલુકાના દેવરાજીયા ગામે તથા તથા ચલાલા ગામે હાઇસ્કુલમાં અભ્યાસ કર્યો હતો. જ્યારે હાયર સેકન્ડરીનો અભ્યાસ સાવરકુંડલા ખાતે કર્યાં બાદ કોલેજનો અભ્યાસ અમરેલીની સાયન્સ કોલેજ ખાતે કરી અને છેલ્લા ૮ વર્ષથી તેઓ ટીચર તરીકે ફરજ બજાવે છે. જેમાં પ્રથમ પાંચ ભાવનગર જિલ્લામાં અને બાદમાં તેઓએ છેલ્લા ૩ વર્ષથી લાઠી તાલુકાના અકાળા ગામની સરકારી હાઇસ્કૂલનાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે.
આમ અમરેલી જિલ્લાના વતની ઉર્મિલાબેન જેબલીયા ગઇકાલે રાત્રે સોની ટી.વી. ઉપરથી પ્રસારિત થતી ટીવી શો “કોન બનેગા કરોડપતિ’નાં ચમકી અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.