કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાંથી Urvashi Rautelaના ત્રણ લુક જાહેર કરવામાં આવ્યા છે અને ત્રણેયના કારણે તે હેડલાઇન્સમાં રહી
Mumbai, તા.૨૪
Urvashi Rautela કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ગઇ છે ત્યાંથી તેના દરરોજ નવાં નવાં લૂક્સ સામે આવી રહ્યાં છે હવે તેનો એક લૂક એવો સામે આવ્યો છે જેની ચારેય તરફ ચર્ચાઓ થઇ રહી છે.કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાંથી Urvashi Rautelaના ત્રણ લુક જાહેર કરવામાં આવ્યા છે અને ત્રણેયના કારણે તે હેડલાઇન્સમાં રહી. આ વખતે તે એક વિચિત્ર બિકિની બેગ લઈને આવી છે. Urvashi Rautelaના નવા લુકે બધાનું ધ્યાન ખેંચ્યું છે. તે રેડ કાર્પેટ પર એક બેગ સાથે પહોંચી હતી જે ચર્ચાનો વિષય બની ગઈ છે. આ બેગ સાથે તેણે ફોટોશૂટ પણ કરાવ્યું છે. Urvashi Rautela રેડ કાર્પેટ પર બ્રા ડિઝાઇન કરેલી બેગ લઈને આવી છે. તેના બેગમાં પણ ગળાનો હાર પહેરેલો છે. તેની આ બેગ ખૂબ વાયરલ થઈ રહી છે. તે પોતાની બેગનો ખૂબ શો કરી રહી છે. Urvashi Rautelaના લુકની વાત કરીએ તો, તેણે બેજ રંગનું ગાઉન પહેર્યું છે. તેનું આ ગાઉન ખૂબ જ ભારે છે. અને તે ટ્રાન્સપરન્ટ છે. Urvashi Rautelaએ ગુલાબી રંગના નેકપીસ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો. તેનો આ લુક પણ ખૂબ પસંદ આવી રહ્યો છે. Urvashi Rautelaએ આ લુકના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે જેની ખૂબ પ્રશંસા થઈ રહી છે. એકે લખ્યું- જે કહેવું હોય તે કહો પણ જો છોકરી સુંદર હોય તો. જ્યારે બીજાએ લખ્યું – કંઇપણ કહો આ છોકરીમાં કંઈક ખાસ છે. તેના આ ફોટા હજારો ચાહકોએ લાઈક કર્યા છે. તમને જણાવી દઈએ કે આ Urvashi Rautelaનો ત્રીજો લુક છે. આ પહેલા, Urvashi Rautela રેડ કાર્પેટ પર ડાર્ક મેકઅપ અને પોપટ બેગ સાથે પહોંચી હતી. ત્યારબાદ તે કાળા રંગનો રિપ્ડ ડ્રેસમાં નજર આવી હતી. અને હવે તે બ્રાની ડિઝાઇન વાળુ બેગ લઇને પહોંચી હતી