Washington,તા.૨૩
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાપાન સાથે વેપાર ડીલની જાહેરાત કરી છે, જેને તેઓ અત્યાર સુધીનો સૌથી મોટી ટ્રેડ ડીલ કહી રહ્યા છે. આ કરારથી બંને દેશો વચ્ચેના જૂના વેપાર તણાવનો અંત આવ્યો છે. જાપાન હવે અમેરિકામાં ૫૫૦ બિલિયન (લગભગ ૫૫,૦૦૦ કરોડ ડોલર)નું રોકાણ કરશે, જેનાથી લાખો નોકરીઓ સર્જાશે અને આર્થિક પરિવર્તન આવશે તેવી અપેક્ષા છે. પરંતુ આ કરાર પછી ભારત અને વિશ્વ પર શું અસર પડશે? ચાલો આને સરળ ભાષામાં સમજીએ.
એક અહેવાલ મુજબ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાપાન સાથે લાંબા સમયથી ચાલી રહેલી વાતચીતનો અંત લાવીને આખરે સાથે કામ કરવા સંમતિ આપી અને બંને દેશોએ વેપાર ડીલ કરી. થોડા દિવસો પહેલા સુધી, કોઈ કરાર પર પહોંચવું અને સાથે વેપાર કરવો અશક્ય લાગતું હતું. આનાથી એવી આશા પણ જાગી છે કે આગામી દિવસોમાં, અમેરિકા ભારત સાથે પણ આવી જ ડીલ કરી શકે છે. હાલમાં અમેરિકા અને ભારત ઘણા વેપાર મુદ્દાઓ ઉકેલવામાં વ્યસ્ત છે.
ટ્રમ્પે જાપાન સાથેની ડીલ વિશે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર લખ્યું કે અમે જાપાન સાથે અત્યાર સુધીનો સૌથી મોટી ડીલ કરી છે. આ ડીલમાં, જાપાનથી અમેરિકા આવતા માલ પર ૧૫% ટેરિફ (કર) લગાવવામાં આવશે. બદલામાં, જાપાન કાર, ટ્રક, ચોખા અને અન્ય કૃષિ ઉત્પાદનો જેવા અમેરિકન માલ માટે તેનું બજાર ખોલશે. ટ્રમ્પનો દાવો છે કે આ સોદાથી અમેરિકાને ૯૦% નફો મળશે અને લાખો નોકરીઓનું સર્જન થશે. જાપાનનું ઇં૫૫૦ બિલિયનનું રોકાણ અમેરિકા માટે ગેમ-ચેન્જર બની શકે છે. ગમે તે હોય, અમેરિકામાં આજકાલ પરિસ્થિતિ સારી નથી.
અગાઉ અમેરિકા અને જાપાન વચ્ચે વેપારને લઈને ઘણો તણાવ હતો. ટ્રમ્પે જૂનમાં કહ્યું હતું કે, જાપાનીઓ ખૂબ જ કઠોર છે. જાપાન તેના બજારમાં અમેરિકન ચોખા અને કારને ઓછી જગ્યા આપતું હતું, જેનાથી ટ્રમ્પ નારાજ થયા હતા. ગયા વર્ષે જાપાને માત્ર ૧૬,૭૦૭ અમેરિકન કાર અને ચોખા ખરીદ્યા હતા જેની કિંમત ઇં૨૯૮ મિલિયન હતી. પરંતુ લાંબી વાટાઘાટો અને અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટની જાપાનના વડા પ્રધાન શિગેરુ ઇશિબા સાથેની બેઠક બાદ, આ સોદો અંતિમ સ્વરૂપ પામ્યો. ટ્રમ્પે તેને બંને દેશો વચ્ચેના સંબંધો માટે ઉત્તેજક સમય ગણાવ્યો.
ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વાતચીત પણ ચાલી રહી છે. ટ્રમ્પે તાજેતરમાં કહ્યું હતું કે ભારત સાથે ટૂંક સમયમાં એક ડીલ થઈ શકે છે. ૨૦૨૪-૨૫માં ભારત-અમેરિકા વેપાર ઇં૧૩૧.૮૪ બિલિયન હતો, જેમાંથી ભારતે ઇં૮૬.૫૧ બિલિયનની નિકાસ કરી હતી. પરંતુ ટ્રમ્પ ઇચ્છે છે કે ભારત અમેરિકન કૃષિ અને ડેરી ઉત્પાદનો માટે પોતાનું બજાર ખોલે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે તેના ખેડૂતો અને ડેરી ક્ષેત્રના હિતોનું રક્ષણ કરશે. ૧ ઓગસ્ટ, ૨૦૨૫ ની સમયમર્યાદા પહેલાં ભારત ૨૦-૨૬% ટેરિફનું જોખમ ધરાવે છે.
વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું છે કે કોઈપણ ડીલ ભારતના હિતમાં હશે, અને ઉતાવળમાં કરવામાં આવશે નહીં. સપ્ટેમ્બર-ઓક્ટોબર ૨૦૨૫ સુધીમાં વચગાળાનો સોદો થવાની અપેક્ષા છે. એટલે કે, જો જાપાન સાથે વાતચીત થઈ શકે છે, તો ભારત સાથે પણ વાતચીત થવાની અપેક્ષા છે. શું થશે? સમય જ કહેશે.