New Delhi તા.17
ટેરિફ વોરને કારણે સંબંધોમાં કડવાશ વચ્ચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેલિફોન પર જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી અને બદલામાં મોદીએ પણ આભાર વ્યક્ત કર્યો હતો.
વડાપ્રધાન મોદીએ પોસ્ટમાં કહ્યું કે ટ્રમ્પની જેમ પોતે પણ ભારત-અમેરિકા વચ્ચે વ્યાપક અને વૈશ્વિક ભાગીદારીને નવી ઉંચાઈએ લઈ જવા માટે પ્રતિબદ્ધ છે. ટ્રમ્પે જન્મદિને પાઠવેલી શુભેચ્છાને અન્ય દ્દષ્ટિકોણથી પણ જોવામાં આવી રહી છે.
બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં સર્જાયેલી તિરાડને ફરી જોડવાનો પ્રયાસ હોવાનુ પણ માનવામાં આવે છે. વડાપ્રધાન મોદીએ ટવિટમાં યુક્રેન યુદ્ધના શાંતિપૂર્ણ સમાધાન માટેના અમેરિકી પ્રયાસોને પણ સમર્થન હોવાનુ દર્શાવ્યુ હતું.