Washington,તા.16
ભારત અને પાકિસ્તાન વચ્ચેના મીની યુદ્ધમાં તુર્કીએ પાકિસ્તાનને સાથ આપ્યો હતો અને જેઓ આ યુદ્ધવિરામ કરાવ્યાનો દાવો કરે છે તે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે તુર્કીને વધુ આધુનિક મિસાઈલ વેચવા માટે 225 મિલિયન ડોલરનો સોદો કર્યો છે.
ટ્રમ્પ તેની ગલ્ફની ટુરમાં ધંધો જ કરી રહ્યા છે તે સમયે હવે હવામાં પ્રહાર કરી શકતા અને મિડીયમ રેન્જના એઆઈએમ-120 સી-8 એડવાન્સ (એએમઆરએએએમ) મિસાઈલ વેચવા માટે સોદો કર્યો છે અને આ રીતે અમેરિકાએ ભારતની ચિંતા વધારી છે.
2019માં પણ અમેરિકાએ જુના વર્ઝનના મિસાઈલ તુર્કીને વેચ્યા હતા જે બાદમાં પાકિસ્તાનના હાથમાં પહોંચી ગયા હતા પણ અમેરિકાએ દાવો કર્યો છે કે તુર્કીએ નાટોનું સભ્ય રાષ્ટ્ર છે અને તેથી તેને આધુનિક શસ્ત્રો આપવામાં કોઈ વિરોધ હોઈ શકે નહી.