New Delhi, તા.૩૧
ભારત અને અમેરિકાએ શુક્રવારે એક નવી ૧૦ વર્ષની રક્ષા સમજુતિ કરી છે. તેનો ઈરાદો બંને દેશો વચ્ચે સૈન્ય સહયોગ, સંયુક્ત ઉત્પાદન અને તકનીકી ભાગીદારીને મજબૂત બનાવવાનો છે. આ સમજુતિ પર ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ અને અમેરિકાના રક્ષામંત્રી પીટ હેગસેથ વચ્ચે યોજાયેલી બેઠકમાં સહી કરવામાં આવી છે.
હેગસેથે ઠ પર પોસ્ટ કરતા લખ્યું, મેં રાજનાથ સિંહની સાથે ૧૦ વર્ષની અમેરિકા-ભારત રક્ષા સમજુતિ પર સહી કરી છે. આ અમારી રક્ષા ભાગીદારીને વધુ મજબૂત કરશે, જે પ્રાદેશિક સ્થિરતા અને સુરક્ષા માટે મહત્વની છે. હવે અમે જાણકારીનું આદાન પ્રદાન કરવા, તાલમેલ વધારવા અને ટેક્નોલોજીમાં સહયોગને મજબૂત કરી રહ્યાં છીએ. અમારી રક્ષા સમજુતિ પહેલાથી વધુ મજબૂત છે.
કુઆલાલંપુરમાં યુએસ સંરક્ષણ મંત્રી સાથેની મુલાકાત દરમિયાન, રાજનાથ સિંહે કહ્યું કે આ સીમાચિહ્નરૂપ ૧૦ વર્ષનો સંરક્ષણ કરાર ભારત-અમેરિકા સંબંધોમાં એક નવા અધ્યાયની શરૂઆત દર્શાવે છે. તેમણે વધુમાં કહ્યું, “અમે ફોન પર ત્રણ વખત વાત કરી છે. આજે છડ્ઢસ્સ્-પ્લસ બેઠક દરમિયાન તમને રૂબરૂ મળીને મને આનંદ થયો છે. આ સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર સાથે આજે એક નવો અધ્યાય શરૂ થશે. મને વિશ્વાસ છે કે તમારા નેતૃત્વ હેઠળ, ભારત-અમેરિકા સંબંધો વધુ મજબૂત બનશે.”
શુક્રવારે કુઆલાલંપુર (મલેશિયા) માં આસિયાન-ભારત રક્ષામંત્રીઓની બીજી અનૌપચારિક બેઠક દરમિયાન આ મુકાલાત થઈ હતી. આ બેઠક આસિયન ડિફેન્સ મિનિસ્ટર્સ મીટિંગ-પ્લસ (છડ્ઢસ્સ્-ઁઙ્મેજ) ની ઈવેન્ટ સાથે થઈ, જે ૧ નવેમ્બરે યોજાવાની છે. રાજનાથ સિંહે કહ્યુ કે આ બેઠકનો ઈરાદો ભારત અને આસિયાન દેશો વચ્ચે રક્ષા અને સુરક્ષા સગયોગને મજબૂત કરવો અને એક્સ ઈસ્ટ પોલિસીને આગળ વધારવાનો છે. રાજનાથ સિંહની અમેરિકાના રક્ષામંત્રી પીટ હેગસેથ સાથે આ મુલાકાત તે સમયે થઈ જ્યારે થોડા દિવસ પહેલા વિદેશ મંત્રી એસ જયશંકરે પણ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો સાથે કુઆલાલંપુરમાં ઈસ્ટ એશિયા સમીટ દરમિયાન મુલાકાત કરી હતી. જયશંકર અને રૂબિયોએ ભારત-અમેરિકાના સંબંધોની સાથે પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દા પર ચર્ચા કરી હતી.
ભારત અને અમેરિકા વચ્ચે આ ઉચ્ચ-સ્તરીય બેઠકો બંને દેશો વચ્ચે ચાલી રહેલી વેપાર સોદાની વાટાઘાટો વચ્ચે થઈ રહી છે. આ ચર્ચાઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત દ્વારા રશિયન તેલની ખરીદી પર બેવડા ટેરિફ લાદવા પછી વધી રહેલા તણાવ વચ્ચે પણ થઈ રહી છે.




