Mumbai,તા.18
જીજેઈપીએએ મંગળવારે જણાવ્યું હતું કે, અમેરિકા દ્વારા ટેરિફની જાહેરાત થયા બાદ મેમાં કુલરત્ન અને આભૂષણ જેમ્સ એન્ડ જવેલરીની નિકાસ ગત વર્ષના સમયગાળાની તુલનામાં 15.81 ટકા ઘટી તે 19,260-81 કરોડ રૂપિયા રહી ગઈ છે.
જેમ્સ એન્ડ જવેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સીલ (જીજેઈપીસી)ના આંકડા અનુસાર, 2024ના આ સમયગાળા દરમિયાન ઉદ્યોગની નિકાસ 22,414-02 કરોડ રૂપિયા રહી હતી, મે મહિનામાં કોતરવામાં આવેલ હીરાના નિકાસ 35.49 ટકા ઘટીને 8,089-81 કરોડ રૂપિયા રહી.
જયારે ગત વર્ષ આ સમયગાળામાં તે 12,272-03 કરોડ રૂપિયા હતી. મે મહિનામાં પોલિશ પ્રયોગ શાળામાં બનેલા હીરાની નિકાસ વાર્ષિક આધારે 1,0003-36 કરોડ ડોલર (689-71 કરોડ રૂપિયા) રહી ગઈ.
જયારે સોનાના આભૂષણોની નિકાસ વાર્ષિક આધારે 17.24 ટકા વધીને 842-61 કરોડ રૂપિયા રહી ગઈ, તો ચાંદીના આભૂષણોની કુલ નિકાસ 17.59 ટકા ઘટીને 1281-92 કરોડ રૂપિયા રહી ગઈ.
જીજેઈવીસીના ચેરમેન કિરીટ ભણશાલીએ કહ્યું હતું કે, કુલ નિકાસમાં ઘટાડો ચાલુ છે અને મેમાં આ ઘટાડો મુખ્યત્વે અમેરિકા દ્વારા ટેરિફ (ચાર્જ)ની જાહેરાતથી 15.81 ટકા રહી. તેમણે જણાવ્યું હતું કે, પશ્ચિમ એશિયામાં ચાલુ તણાવના કારણે સુરક્ષિત રોકાણ તરીકે સોનાની માંગ વધી ગઈ છે. જેમાં સોનાના ઘરેણાંની નિકાસ વધી છે.