America તા.27
અમેરિકાના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર શોન ડફીએ લોકોને ફલાઈટમાં સફર દરમ્યાન પાયજામ, સ્લીવ અને અન્ય ઘરેલુ કપડા પહેરીને એરપોર્ટ નહીં આવવાનું કહ્યું છે. તેમણે કહ્યું હતું કે, આ મામલે બાળકોને છૂટ મળી શકે છે. પણ મોટા લોકોએ એરપોર્ટને પોતાનો ડ્રોઈંગ રૂમ સમજવો ન જોઈએ.
તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાંક વર્ષોમાં વિમાન યાત્રીઓની સભ્યતામાં ઘણો ઘટાડો થયો છે. એટલે થેન્કસ ગીવીંગની રજાઓ પહેલા પૂરા દેશમાં `સભ્યતા અભિયાન’ શરૂ કરવામાં આવી રહ્યું છે.
શોન ડફીએ સોમવારે ન્યુજર્સીનાં નેવાર્ક એરપોર્ટ પર કહ્યું હતું કે, કૃપા કરીને એરપોર્ટ પર સ્લીપર અને પાયજામો પહેરીને ન આવવા જીન્સ અને ચોખ્ખો શર્ટ જ પુરતો છે. થોડા સન્માન સાથે કપડા પહેરા તો સૌથી સફર બહેતર બની જશે.
તેમણે યાત્રીઓને સલાહ આપી કે પાયલોટ અને ફલાઈટ એટેન્ડેન્ટને `પ્લીઝ’ `થેન્કયુ’ જેવા શબ્દો કહો બીજાની બેગ રાખવામાં મદદ કરો. આ નાની-નાની બાબતો પ્રવાસને સુંદર બનાવી દે છે.
ખરેખર તો એફએએનાં આંકડા મુજબ 2019 બાદ ફલાઈટમાં ઝઘડા અને દુવ્યવહારનાં મામલામાં 400 ટકાનો વધારો થયો છે.જયારે બિહેવીયર એકસપર્ટસનું કહેવુ છે કે કપડા માત્ર પેશન નહિં સન્માન પણ દેખાડે છે.

