મુંબઇ,તા.૨
વરુણ અને જાહ્નવીની રોમેન્ટિક કોમ ફિલ્મ ’સની સંસ્કાર કી તુલસી કુમારી’ આજે દશેરાના અવસરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ. ફિલ્મ જોયા પછી, નેટીઝન્સ તેમની પ્રતિક્રિયાઓ શેર કરી રહ્યા છે.
પ્રેક્ષકો સન્ની સંસ્કાર કી તુલસી કુમારીની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આખરે, ૨ ઓક્ટોબરના રોજ, ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થઈ. ફિલ્મ જોયા પછી, યુઝર્સ ઠ પર પોતાના મંતવ્યો શેર કરી રહ્યા છે. નેટીઝન્સને ફિલ્મની વાર્તા મનોરંજક લાગી, જ્યારે અન્ય લોકોએ તેને નબળી ફિલ્મ ગણાવી. એક યુઝરે કહ્યું, “વરુણ ધવને શાનદાર અભિનય આપ્યો.” બીજાએ ફિલ્મને ૫ માંથી ૧.૫ સ્ટાર આપ્યા.’સની સંસ્કારી કી તુલસી કુમારી’માં વરુણ ધવન, જાહ્નવી કપૂર, સાન્યા મલ્હોત્રા અને રોહિત સરાફ મુખ્ય ભૂમિકાઓ ભજવે છે. મનીષ પોલ, અક્ષય ઓબેરોય અને અભિનવ શર્મા પણ મુખ્ય ભૂમિકાઓ ભજવે છે. આ ફિલ્મનું નિર્દેશન શશાંક ખૈતાન દ્વારા કરવામાં આવ્યું છે.