Amreli, તા.6
બાબરાના કોટડાપીઠા ગામે વેપારીને ઉપર વ્યાજખોરોએ હુમલો કરી ઇજા કર્યાની ફરિયાદ નોંધાઇ છે. બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે રહેતા આરોપી અશોકભાઇ ઉર્ફે ટીણો અમકુભાઇ બોરીચાએ 3 વર્ષ પહેલા તે જ ગામે રહેતા હનીફભાઇ આસમભાઇ સોલંકી નામના વેપારીના દિકરા અફજલને 2,50,000 રૂપિયા 5% ના ઉંચા વ્યાજે આપેલ હતાં. અને અફ઼જલે આરોપી અશોકભાઇને મુળ રૂપિયા તથા વ્યાજના 5,00,000 રૂપિયા ચુકવેલ છે.
તેમની અને ડઞટ ફોરવ્હિલ નં..GJ-27-K-8686ની પણ આરોપી લઇ ગયેલ હોય, આમ છતાં આરોપી અશોકભાઇ તથા દિલીપભાઇ ઉર્ફે દિપો વલકુભાઇ બોરીચા ગત તા.3 ના રોજ 9 વાગ્યાના અરસામાં વેપારીની દુકાને આવીને બંને આરોપીઓએ વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને વેપારીને ગાળો આપીને વેપારીને માથામાં તથા જમણાં હાથના કાંડા પાસે તથા ટચલી આંગળી ઉપર કાતર મારીને ઇજા કરી તથા ડાબા હાથની આંગળીમાં છરીનો એક ઘા મારી તથા વેપારીની પીઠના ભાગે લોખંડનું ટેબલ મારીને ઇજા કરીને ગંભીર ઈજા કરી વેપારી તથા તેના ઘરના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ડુબી જતા મોત
જાફરાબાદના સામાકાઠા વિસ્તારમાં આવેલ ખોડલમાના ઢોરા પાસે રહેતા રામજીભાઈ શાંતીભાઈ સોંલંકી નામના 20 વર્ષિય યુવક ગત 3 ના રોજ જાફરાબાદમાં આવેલ સામાકાઠા જેટી પાસેના દરીયામાં પડી જતાં તેમનું પાણીમાં ડુબી જવાથી મોત નિપજ્યાનું પોલીસમાં જાહેર થતાં પોલીસે બનાવ અંગે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
દારૂની હેરાફેરી
બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામે રહેતા આરોપી સવજીભાઇ રામજીભાઇ કુંભાણી તથા દેવલાભાઇ મનીયાભાઇ રાઠવા નામના બન્ને આરોપીઓએ પોતાની પાસે ભારતીય બનાવટનો વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની પ્લાસ્ટીકની બોટલ નંગ-95 કિમત રૂપિયા 22,666 તથા બિયરના ટીન નંગ 18 કિમત રૂપિયા 2070 તથા મોટર સાયકલ નં.ૠઉં 14 અઉ 2935 કિમત રૂપિયા 10,000 મળી કુલ રૂપિયા 34,736 નો પોતાની મોટર સાયકલ ઉપર ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતાં ઝડપાય જતાં પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.